Tripura Election 2023 Live: ત્રિપુરામાં બપોરે એક વાગ્યા સુધીમાં 51.35 ટકા મતદાન, ચૂંટણી પંચે કોગ્રેસ-ભાજપને મોકલી નોટિસ
Tripura Assembly Poll 2023 Live Updates: ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડે છે જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
LIVE
Background
Tripura Assembly Election Voting: ત્રિપુરામાં 60 સભ્યોની વિધાનસભા માટે ગુરુવારે (16 ફેબ્રુઆરી) મતદાન થશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) જી. કિરણકુમાર દિનાકારોએ કહ્યું હતું કે મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) જી. કિરણકુમાર દિનાકારોએ જણાવ્યું કે કડક સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યાથી 3,337 મતદાન મથકો પર મતદાન થશે. જેમાંથી 1100 સંવેદનશીલ અને 28 અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. ભાજપ-આઈપીએફટી ગઠબંધન, સીપીઆઈ(એમ)-કોંગ્રેસ ગઠબંધન અને ટિપરા મોથા, પૂર્વોત્તર રાજ્યના ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજો દ્વારા રચાયેલ પ્રાદેશિક પક્ષ મેદાનમાં છે. મતગણતરી 2 માર્ચે થશે.
સીઈઓએ કહ્યું કે 31,000 મતદાન કર્મચારીઓ અને કેન્દ્રીય દળોના 25,000 સુરક્ષા કર્મચારીઓને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ યોજવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સશસ્ત્ર પોલીસ અને રાજ્ય પોલીસના 31,000 જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત રહેશે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે રાજ્યભરમાં પ્રતિબંધક આદેશો પહેલેથી જ લાદવામાં આવ્યા છે અને 17 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. 13.53 લાખ મહિલાઓ સહિત કુલ 28.13 લાખ મતદારો 259 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) ના રાજ્ય સચિવ જીતેન્દ્ર ચૌધરી સબરૂમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો ચહેરો છે. ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડે છે જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. સીપીઆઈ(એમ) 47 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ 13 સીટો પર ચૂંટણી લડી રહી છે.
આ સિવાય ટીપરા મોથા પાર્ટીએ 42 ઉમેદવારો, તૃણમૂલ કોંગ્રેસે 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 58 અપક્ષ અને વિવિધ નાના પક્ષોના 14 ઉમેદવારો પણ મેદાનમાં છે. CAPF ઉપરાંત, આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને ત્રિપુરા પોલીસના જવાનોને પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.
ત્રિપુરામાં 51.35 ટકા મતદાન
#TripuraAssemblyElections2023 | 51.35% voter turnout recorded till 1 pm pic.twitter.com/ZRGxvC6vqb
— ANI (@ANI) February 16, 2023
ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ-ભાજપને નોટિસ મોકલી
મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે ત્રિપુરા કોંગ્રેસ અને ભાજપને નોટિસ મોકલી છે. આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા બાદ બંને પક્ષોએ તેમના સત્તાવાર હેન્ડલ્સ પરથી તેમની તરફેણમાં મત મેળવવા માટે અપીલ કરી છે.
#TripuraElections2023 | Office of the Chief Electoral Officer sends notices to Tripura Congress and BJP for "an appeal for vote in the favour" of their own parties tweeted from their official handles after the imposition of Model Code of Conduct. pic.twitter.com/vNWBVm04vs
— ANI (@ANI) February 16, 2023
માણિક સરકારે ભાજપ પર લગાવ્યો આરોપ
Agartala, Tripura | In some places, miscreants on behalf of BJP are causing trouble and stopping people from casting their votes fearlessly. But the people are trying their best to cast votes | Manik Sarkar CPIM leader and former CM pic.twitter.com/DZl802X7fM
— ANI (@ANI) February 16, 2023
પૂર્વ સીએમ માણિક સરકારે ભાજપ પર આરોપ લગાવ્યો
ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારે આરોપ લગાવ્યો કે કેટલીક જગ્યાએ બીજેપીના અસામાજિક તત્વો મુશ્કેલી ઉભી કરી રહ્યા છે અને લોકોને નિર્ભયતાથી વોટ આપવાથી રોકી રહ્યા છે. પરંતુ જનતા મતદાન કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.
સીપીઆઈ સમર્થકને પોલિંગ બૂથની બહાર માર મરાયો
દક્ષિણ ત્રિપુરાના 36-શાંતિરબજાર મતવિસ્તારમાં કલાચેરા મતદાન મથકની બહાર CPI સમર્થકને માર મારવામાં આવ્યો છે. દક્ષિણ ત્રિપુરાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસ અધિકારીઓ સમર્થકને હોસ્પિટલમાં લઈ ગયા છે. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.