Delhi Exit Polls: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલમાં બીજેપીની સુનામી, સૌથી પહેલા પાંચ મોટા પૉલના આંકડા આવ્યા સામે
Exit Poll Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને P Mark નો સર્વે પણ બહાર આવ્યો છે. આ મુજબ, ભાજપને 39 થી 49 બેઠકો મળી શકે છે

Exit Poll Delhi Election 2025: ભારતની રાજધાની દિલ્હીમાં નવા જૂનીના એંધાણ વર્તાઇ રહ્યાં હોય તેવા એક્ઝિટ પૉલના આંકડા સામે આવ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પુરુ થઇ ચૂક્યુ છે. આજે બુધવાર (૫ ફેબ્રુઆરી) ના રોજ મતદારોએ પુરજોશમાં મતદાન કરીને 57 ટકાથી મતદાન કર્યુ છે. હવે ધીમે ધીમે એક્ઝિટ પૉલના આંકડા આવવાની શરૂ થઇ ગયા છે, જેમાં સૌથી પહેલા સટ્ટા બજારમાંથી આંકડા સામે આવ્યા છે. આ પછી આવેલા મોટાભાગના એક્ઝિટ પૉલમાં બીજેપીને બમ્પર જીત મળતી દેખાઇ રહી છે. એટલે કહી શકાય કે એક્ઝિટ પૉલ અનુસાર, દિલ્હીમાં ભાજપ સરકાર બનાવી શકે છે.
સામે આવેલા પાંચ એક્ઝિટ પૉલમાં દિલ્હીમાં બીજેપી સરકાર -
દિલ્હીમાં P Mark ના એક્ઝિટ પૉલમાં ભાજપ આગળ
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને P Mark નો સર્વે પણ બહાર આવ્યો છે. આ મુજબ, ભાજપને 39 થી 49 બેઠકો મળી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 21 થી 31 બેઠકો મળવાની ધારણા છે. આ ઉપરાંત, આ એક્ઝિટ પૉલમાં કોંગ્રેસને એક બેઠક મળી શકે છે.
પીપલ્સ ઇનસાઇડ એક્ઝિટ પૉલમાં ભાજપ આગળ
પીપલ્સ ઇનસાઇડના એક્ઝિટ પૉલ મુજબ, દિલ્હીમાં ભાજપને 40 થી 44 બેઠકો મળવાની ધારણા છે. આમ આદમી પાર્ટીને 25 થી 29 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે આ સર્વે મુજબ કોંગ્રેસને એક બેઠક મળી શકે છે.
પૉલ ડાયરીના એક્ઝિટ પૉલમાં ભાજપને મજબૂત લીડ મળી છે.
દિલ્હી ચૂંટણી અંગે પૉલ ડાયરીના એક્ઝિટ પૉલ મુજબ, ભાજપને પ્રચંડ વિજય મળતો દેખાય છે. આમાં ભાજપને 42 થી 50 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે આ સર્વે મુજબ આમ આદમી પાર્ટીને ૧૮ થી ૨૫ બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને શૂન્યથી બે બેઠકો મળવાની ધારણા છે.
ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પૉલમાં કોણ જીતે છે?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પૉલ મુજબ, ભાજપને 39 થી 44 બેઠકો, AAP ને 25 થી 28 બેઠકો અને કોંગ્રેસને 2 થી 3 બેઠકો મળવાની ધારણા છે.
દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પૉલના પહેલા પરિણામમાં AAPને ઝટકો
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પહેલા એક્ઝિટ પૉલના પરિણામોમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. મેટ્રિક્સના સર્વે મુજબ, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 32 થી 37 બેઠકો, ભાજપને 35 થી 40 બેઠકો, જ્યારે કોંગ્રેસને શૂન્યથી એક બેઠક મળવાની શક્યતા છે.
દિલ્હી સટ્ટા બજારના ચોંકાવનારા આંકડા આવ્યા સામે
દિલ્હી સટ્ટા બજાર અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, આ ચૂંટણીમાં આપ પાર્ટીને 38 થી 40 બેઠકો, ભાજપને 30 થી 32 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળવાની શક્યતા નથી.
દિલ્હીમાં સાંજે 5 વાગ્યા સુધી કેટલું મતદાન થયું ?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન નોંધાયું હતું. આમાં મુસ્તફાબાદ બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. હવે દિલ્હીમાં મતદાનનો સમય પૂરો થઈ ગયો છે.
બુધવારે સવારે 7 વાગ્યાથી 1.56 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું. તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં 13,766 મતદાન મથકો પર મતદાન થયું, જેમાં 699 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ EVMમાં કેદ થયું. આ ઉપરાંત, ૭,૫૫૩ લાયક મતદારોમાંથી ૬,૯૮૦ મતદારોએ 'ઘરેથી મતદાન કરો' સુવિધા હેઠળ મતદાન કરી દીધું છે. અગાઉ, સોમવારે (૩ ફેબ્રુઆરી) સાંજે ૬ વાગ્યે સત્તાવાર રીતે સમાપ્ત થયેલા ચૂંટણી પ્રચારમાં ત્રણ મુખ્ય દાવેદારો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી હતી. AAP એ તેના શાસન મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશીએ શહેરભરમાં રેલીઓ યોજી.
દિગ્ગજોઓ કર્યો પ્રચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા જેવા દિગ્ગજ નેતાઓના નેતૃત્વમાં, ભાજપે ભ્રષ્ટાચારના આરોપો અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર AAP પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે પણ જોરશોરથી પ્રચાર કર્યો અને વિવિધ મુદ્દાઓ પર AAP અને BJP બંને પર પ્રહારો કર્યા.
આ મુદ્દાઓ ચૂંટણીમાં રહ્યાં હાવી
ચૂંટણી પ્રચાર દરમિયાન 'શીશમહેલ' વિવાદ, યમુનાના પાણીની ગુણવત્તા, શાસન, કાયદો અને વ્યવસ્થા, મહિલા કલ્યાણ અને મતદાર યાદીઓ સાથે છેડછાડના આરોપો જેવા મુદ્દાઓ જોરશોરથી ઉઠાવવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલાના વચનોમાં મફત સુવિધાઓ પૂરી પાડવાનો મુદ્દો પણ મુખ્ય હતો.
રાજકીય પક્ષોએ આ વચનો આપ્યા હતા
આમ આદમી પાર્ટીએ વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરી, ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે વીમો અને મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓને ૧૮,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાયનું વચન આપ્યું છે. બીજી તરફ, ભાજપે સગર્ભા સ્ત્રીઓ માટે 21,000 રૂપિયાની નાણાકીય સહાય અને 500 રૂપિયામાં સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરનું વચન આપ્યું છે, જ્યારે કોંગ્રેસે 8,500 રૂપિયાનું માસિક બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું છે.
8 ફેબ્રુઆરીના રોજ પરિણામો
8 ફેબ્રુઆરીના રોજ આવનારા ચૂંટણી પરિણામો સ્પષ્ટપણે બતાવશે કે આમ આદમી પાર્ટી પોતાની સરકાર જાળવી રાખવામાં સક્ષમ છે કે નહીં, ભાજપ પોતાની હારનો દોર તોડી શકશે કે કોંગ્રેસ આશ્ચર્યજનક પરિણામ આપી શકશે કે નહીં.
આ પણ વાંચો
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલનો પહેલો આંકડો, સટ્ટા બજારમાં AAP ને મોટો ઝટકો





















