શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
TV અભિનેતા કુશલ પંજાબીની પત્નીએ પોતાનું જ નિવેદન બદલ્યું, જાણો હવે શું કીધું?
કુશલની પત્ની ઓડ્રે ડોલહન, પિતા વિજય પંજાબી, મા પ્રિયા પંજાબી અને બહેન ઋતિકા પંજાબીએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. જે ચર્ચાનો વિષય બન્યો હતો.
મુંબઈ: ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે રાતે મુંબઈ સ્થિત તેના ઘરે ગળે ફાંસો લવાગીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર સાંભળીને ટીવી અને બોલિવૂડ સેલેબ્સ ચોંકી ગયા હતાં. આ ઘટના અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી હતી. કુશલની પત્ની ઓડ્રે ડોલહેએ પણ નિવેદન આપ્યું હતું. તેના નિવેદનમાં ઓડ્રેએ કુશલને બેદરકાર પિતા ગણાવ્યો હતો. આ સાથે જ એવું પણ કહ્યું હતું કે, તેમનું રિલેશન અસફળ રહ્યું હતું. જ્યારે હવે આ મામલે તેની પત્ની તેના નિવેદનથી પલટતી જોવા મળી હતી.
કુશલ તેની વિવાહીત લાઈફના કારણે પરેશાન હતો જેથી તેને આ પગલું ભર્યું હોવાનું નિવેદન સામે આવ્યું હતું. જોકે કુશલ પંજાબીની પત્ની ઓડ્રે ડોલ્હનને અલગાવ થઈ રહ્યો હતો. જેને લઈને તે ડિપ્રેશનમાં હતો. હવે કુશલ પંજાબીના પરિવારે એક સંયુક્ત નિવેદન જારી કરી આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો છે.
કુશલના પરિવારે કહ્યું હતું કે, કુશલ પંજાબી એક જવાબદાર પિતા હતો અને ભાવનાત્મક તેમજ નાણાંકીય રીતે સ્થિર હતો. નિવેદનમાં કહ્યું હતું કે, ઘણાં રિપોર્ટમાં ખોટી વાત કહેવામાં આવી છે. અમે પુષ્ટિ કરીએ છીએ કે, તે સાચા નથી. કુશલ એક સારો પિતા ન હતો અને તે તેના પુત્રની ખૂબ નજીક હતો. આ દુખના સમયમાં એક પરિવાર તરીકે અમે સાથે છીએ. અમે હંમેશા યાદ રાખીશું કે કુશલ અમારા પરિવારનો એક પ્રેમાળ ભાગ હતો.
આ નિવેદન કુશલની પત્ની ઓડ્રે ડોલહન, પિતા વિજય પંજાબી, મા પ્રિયા પંજાબી અને બહેન ઋતિકા પંજાબીએ સંયુક્ત રીતે આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કુશલની મોત બાદ જ કેટલાંક મીડિયામાં આ રિપોર્ટ સામે આવ્યો હતો કે, જેમા તેની પત્નીએ કહ્યું હતું કે, અમારી વચ્ચે સમસ્યા હતી પરંતુ અમારા લગ્ન અસફળ ન હતા. મેં ક્યારેય મારા પુત્રને કુશલ સાથે વાત કરતા રોક્યો નથી.
આ સિવાય તેની પત્નીએ એવું પણ કહ્યું હતું કે, કુશલ એક બેદરકાર પિતા હતો અને તેનો પિતાથી લગાવ ઓછો થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે અભિનેતા કુશલ પંજાબીએ ઈશ્ક મેં મરજાવા, ફિયર ફેક્ટર સહિતમાં નજરે પડી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion