(Source: ECI/ABP News/ABP Majha)
Jack Dorsey Resigned From Twitter: જૈક ડોર્સીનું Twitter ના CEO પદ પરથી રાજીનામું, ભારતીય મૂળના પરાગ અગ્રવાલ હશે નવા હેડ
Jack Dorsey Resigned From Twitter: માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જૅક ડોર્સીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
Jack Dorsey Resigned From Twitter: માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જૅક ડોર્સીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ટ્વિટ કરી આ વાતની માહિતી આપી છે. જૅક ડોર્સીએ ટ્વીટ કરી કે, મને ખબર નથી કે કોઈએ સાંભળ્યું છે કે નહી, પરંતુ મે ટ્વિટના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે. જેકના પદને હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ સંભાળશે.
જણાવી દઈએ કે પહેલા રોયટર્સે જૈક ડોર્સીના રાજીનામાની જાણકારી સૂત્રોના હવાલાથી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે કંપનીનું બોર્ડ જૈક ડોર્સીના ટ્વિટર છોડવાને લઈ છેલ્લા એક વર્ષથી તૈયારી કરી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે જૈક ડોર્સીએ અંતિમ ટ્વિટ 28 નવેમ્બરે કરી હતી. તેણે ટ્વિટમાં લખ્યું હતું કે, આઈ લવ ટ્વિટર.
ટ્વીટરના સીઈઓ બનાવેલા પરાગ અગ્રવાલએ ટ્વીટ કરીને કહ્યું, "જૈક ડોર્સી અને અમારી સંપૂર્ણ ટીમનો આભાર અને આવનારા કાલને લઈ ઉત્સાહિત છું. આ એ નોટ છે જે મે કંપનીને મોકલી છે. તમામનો વિશ્વાસ જીતવા અને સમર્થન કરવા માટે આભાર.
ઉલ્લેખનીય છે કે સીએનબીસીએ જૈક ડોર્સીના આ પગલાને લઈ સૌથી પહેલા માહિતી આપી હતી. જણાવી દઈએ કે 45 વર્ષના જૈક ડોર્સી હાલના દિવસોમાં ક્રિપ્ટો કરન્સીમાં ખૂબ રસ દાખવી રહ્યા છે. તેમણે પોતાના ટ્વિટર પર બિટકોઈનનો હેશટેગ સાથે ઉપયોગ કર્યો છે. ડોર્સી ટ્વિટરની સાથે સાથે પેમેન્ટ કંપની સ્ક્વાયર ઈંકના પણ સીઈઓ છે, જેને લઈ ગત વર્ષે વિવાદ થયો હતો.