Twitterએ ભૂલ સ્વીકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયૂડનું એકાઉન્ટ ફરી વેરિફાઈડ કર્યું
ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટને 11 લાખ લોકો ફોલો કરે છે. તેઓના ટ્વિટર એકાઉન્ટથી ગત 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતી થઈ.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા વેબસાઈટ ટ્વિટરે પોતાની ભૂલ સ્વીકારતાં ભારતે ઉપરાષ્ટ્રપતી એમ વેંકૈયા નાયડૂનું એકાઉન્ટ ફરી વેરિફાઈડ કર્યું છે. સરકારની નારાજગી બાદ ટ્વિટરે આ નિર્ણય કર્યો છે. સરકર તરફતી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સૌથી મોટા બંધારણીય પદ છે. બંધારણીય પદ પર બેસેલ વ્યક્તિ કોઈ પક્ષનો હિસ્સો નથી હોતો. માટે સરકાર ટ્વિટરની આ હરકાને બંધારણના અનાદરની નજરે જુએ છે.
ત્યાર બાદ ટ્વિટરે પોતાની ભૂલ સ્વીકારી અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂનું ટ્વિટર એકાઉન્ટ ફરીથી વેરિફાઈડ કર્યું. થોડા સમય પહેલા ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિનું એકાઉન્ટ અનવેરિફાઈડ કર્યું હતું. સરકારના કડક વલણ બાદ ટ્વિટરે પોતાનો નિર્ણય પરત લીધો છે.
ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટને 11 લાખ લોકો ફોલો કરે છે. તેઓના ટ્વિટર એકાઉન્ટથી ગત 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતી થઈ. આ એકાઉન્ટથી 23 જુલાઈ 2020ના રોજ અંતિમ વેળા ટ્વીટ કરાયું હતું.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની પોલિસી અનુસાર, ટ્વિટર ક્યારેય પણ કોઇ વ્યક્તિના બ્લૂ ટિક બેજ હટાવી શકે છે. ટ્વિટર વ્યક્તિની પોઝિશન વિશે ધ્યાન આપતું નથી. બ્લૂ ટિક બેજથી ખબર પડે છે કે એકાઉન્ટ વેરિફાઇડ છે અને સમાજ માટે તે મહત્વપૂર્ણ વ્યક્તિનું એકાઉન્ટ છે.
તમને જણાવી દઇએ કે ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇ કરાવવા માટે એકાઉન્ટ એક્ટિવ, વાસ્તવિક અને સમાજ માટે કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિનું હોવું જોઇએ. ટ્વિટર અત્યારે 6 પ્રકારના એકાઉન્ટ છે. તેમાં સરકારી કંપનીઓ, બ્રાન્ડ્સ, એનજીઓ, ન્યૂઝ ચેનલો, પત્રકારો, મનોરંજન અને રમતગમત સાથે સંકળાયેલા લોકો, એક્ટિવિસ્ટ, ઓર્ગેનાઇઝર્સ અને બીજા મહત્વપૂર્ણ લોકોના એકાઉન્ટ સામેલ છે.
RSSના ઘણા નેતાઓના ટ્વિટર એકાઉન્ટને પણ ટ્વિટરે અનવેરિફાયડ કર્યું હતું. જેમાં અરૂણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ જાની જેવા દિગ્ગજ નામ પણ સામેલ છે. આ દરમિયાન ભાજપ મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વિટરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે આ ભારતના સંવિધાન પર હુમલો છે.