શોધખોળ કરો
Advertisement
વસ્તીનિયંત્રણ પર RSSના વડાએ કહ્યુ- દેશને બે બાળકોના કાયદાની જરૂર
સંઘ પ્રમુખે આ વાત ઉત્તર પ્રદેશના મુરાબાદમાં સંઘ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ સાથે કરી હતી.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતે વસ્તીનિયંત્રણને લઇને મોટું નિવેદન આપ્યું છે. સૂત્રોના મતે આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, દેશને બે બાળકોના કાયદાની જરૂર છે. આ સાથે જ તેમણે વસ્તીનિયંત્રણ પર રોક લગાવવાની વાત કરી હતી. સંઘ પ્રમુખે આ વાત ઉત્તર પ્રદેશના મુરાબાદમાં સંઘ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ સાથે કરી હતી.
જાણકારો મતે સંઘ વડાએ બંધ રૂમમાં આયોજીત ચર્ચામાં કહ્યું કે, રામ મંદિરનો એજન્ડો અમારો મુખ્ય એજન્ડા હતો. હવે બહુ જલદી રામ મંદિર બનશે. મોહન ભાગવત અહી ઉત્તરાખંડ અને પશ્વિમી ઉત્તર પ્રદેશના મેરઠ અને બ્રજ પ્રાન્તના સંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા હતા.
સંઘના સૂત્રોના મતે સંઘના વડાએ સવાલોના જવાબ આપતા કહ્યું કે, સંઘનો આગામી એજન્ડા દેશમાં બે બાળકોનો કાયદો લાવવાનો છે જેનાથી વસ્તી વધારા પર રોક લગાવી શકાય. રામ મંદિર ટ્રસ્ટ બન્યા બાદ સંઘ રામ મંદિરના મુદ્દાથી બિલકુલ અલગ થઇ જશે.
મોહન ભાગવતે કહ્યુ કે કાશી અને મથુરા સંઘના મુદ્દામાં ક્યારેય હતા જ નહી. સંઘ હવે દેશમાં બે બાળકોના કાયદાને લઇને જાગરૂકતા અભિયાન ચલાવશે અને સંઘ આ માટે કાયદો બનાવવાનો પ્રયાસ કરશે. ભાગવતે કહ્યુ કે, સરકારે નાગરિકતા સંશોધન કાયદાને લઇને પીછેહટ કરવાની જરૂર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion