પ્રવાસીઓના માનીતા આ શહેરના મોલમાં Zomato અને Swiggyના ડિલિવરી બોયને લિફ્ટનો ઉપયોગ કરવા મુકાયો પ્રતિબંધ
મોલ મેનેજમેન્ટે નોટિસમાં લખ્યું છે કે સ્વીગી અને ઝોમાટોના ડિલિવરી બોય લિફ્ટનો ઉપયોગ ન કરો. તેના બદલે સીડીમાંથી આવ-જા કરે.
ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં એક મોલમાં ચોંડાડવામાં આવેલી નોટિસથી બબાલ મચી ગઈ છે. મોલ મેનેજમેન્ટે નોટિસમાં લખ્યું છે કે સ્વીગી અને ઝોમાટોના ડિલિવરી બોય લિફ્ટનો ઉપયોગ ન કરો. તેના બદલે સીડીમાંથી આવ-જા કરે. સોશિયલ મીડિયા પર આની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે અને લોકો ભેદભાવ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ નોટિસ
મોલમાં લગાવવામાં આવેલી આ નોટિસ વાયરલ થઈ ગઈ છે. ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ભેદભાવપૂર્ણ વલણની આલોચના કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, આ બિલકુલ બકવાસ છે. ડિલીવરી કરતાં લોકો રોબોટ નથી. આપમે તેમનું સન્માન કરવું જોઈએ. મહેરબાની કરીને તમારા ડિલિવરી પાર્ટનર્સને સૂચના આપો કે જો આવું કંઈ જોવા મળે તો ઓર્ડર ડિલિવરી કરવા માટે સીડી ચડીને ઉપર જવાના બદલે ગ્રાહકને કોલ કરીને નીચે બોલાવો.
મોટાભાગના લોકોનું કહેવું છે કે કોરોના મહામારી દરમિયાન ફૂડ ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ તેમનીસેવાઓ આપતા રહે છે. ભારે વરસાદ હોય કે આકરો ઉનાળો કે પછી કડકડતી ઠંડી સ્વીગી અને ઝોમાટોના ડિલિવરી બોય સેવા આપતાં રહે છે. આ સ્થિતિમાં તેમની પ્રશંસા કરીને કામ આસાન બનાવવાના બદલે આવો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા યૂઝર્સે મોલ સંચાલકને લીધા આડે હાથ
એક અન્ય યૂઝરે લખ્યું, ખુશી છે કે તમે આ લોકોને બોલાવ્યા. સમાજના તથાકથિત શિક્ષિત ઉર્ધ્વગામી અને આગળની સોચ રાખતા વર્ગોમાં આ પ્રથાની ચોંકાવનારી સ્વીકૃતિ ભયાવહ છે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, જે લોકોએ આ પ્રતિબંધ લગાવ્યો છે તે જાણે છે કે ઝોમેટો તથા સ્વિગીએ તેના ડિલિવરી બોયને દર બીજી કે ત્રીજી ડિલિવરી માટે 10-20 માળની બિલ્ડિંગમાં ચઢવા માટે વધારાના પોષક તત્વોની જરૂર પડે છે. આ અસંવેદનશીલ નિર્ણય છે.