(Source: ECI/ABP News/ABP Majha)
Pornography Case: રાજ કુંદ્રાના મોબાઈલ-લેપટોપમાંથી કેટલા પોર્ન વીડિયો મળ્યા ? કેટલા કરોડમાં વેચવાનું કરતો હતો પ્લાનિંગ, જાણો વિગત
Raj Kundra Pornography Case: પોલીસને રાજ કુંદ્રાના મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી 119 પોર્ન વીડિયો મળ્યા હતા. તે આ વીડિયોને 9 કરોડમાં વેચવાનું પ્લાનિંગ કરતો હતો.
મુંબઈઃ પોર્નોગ્રાફી કેસમાં પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના કોર્ટે સોમવારે જામીન મંજૂર કર્યા હતા. પોલીસે પૂરક ચાર્જશીટ દાખલ કર્યા બાદ રાજ કુંદ્રાએ ફરી જામીન માટે અરજી કરી હતી. પૂરજ ચાર્જશીટમાં તેના વિરોધમાં પુરાવા ન હોવાનો દાવો કરતા કુંદ્રાએ જામીન માટે વિનંતી કરી હતી. જેને લઈ કોર્ટે સોમવારે કુંદ્રાના જામીન મંજૂર કર્યા હતા. જોકે રાજુ કંદ્રાના બે સાથી સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
કોની સામે જાહેર થઈ લુક આઉટ નોટિસ
પોર્નોગ્રાફિ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે થોડા દિવસ પહેલા ચાર્જથીટ દાખલ કરી હતી. જેમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે, યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષીના નામ સામેલ છે. રેયાન થોરપે, વિયાન એન્ટરપ્રાઇઝનો આઈટી હેડ છે. યશ ઉર્ફે અરવિંદ વોન્ટેડ છે અને હાલ સિંગાપોરમાં છુપાયો હોવાની શક્યતા છે. જ્યારે પ્રદીપ બક્ષી લંડનમાં હોવાનું કહેવાય છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી કેસમાં સહ આરોપી યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ તથા પ્રદીપ બક્ષી સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.
Mumbai Police Crime Branch has issued Look Out Circular against absconding accused (in a pornography case) Yash Thakur alias Arvind Srivastava and Pradeep Bakshi, an aide of businessman Raj Kundra, says the police.
— ANI (@ANI) September 21, 2021
કેટલા વીડિયો મળ્યા
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ, પોર્નોગ્રાફિ કેસમાં ઈન્વેસ્ટીગેશન દરમિયાન પોલીસને રાજ કુંદ્રાના મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી 119 પોર્ન વીડિયો મળ્યા હતા. તે આ વીડિયોને 9 કરોડમાં વેચવાનું પ્લાનિંગ કરતો હતો.
During the investigation (in a pornography case), police found 119 porn videos from businessman Raj Kundra's mobile, laptop, and a hardrive disk. He was planning to sell these videos for Rs 9 crores: Mumbai Police Crime Branch pic.twitter.com/ZZNL5aY3EG
— ANI (@ANI) September 21, 2021
રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં તેને 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો. તે પછી જિલ્લા કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારથી તે જેલમાં જ હતો. તેની એક જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. રાજ કુંદ્રા પર શર્લિન ચોપરાથી લઇને પૂનમ પાંડે સુધીની અભિનેત્રી અને મોડલોએ ગંભીર આરોપો લગાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસમાં 2020ના વર્ષમાં આ કેસ દાખલ થયો હતો.
ચાર્જશીટ પ્રમાણે શિલ્પાએ મુંબઈ પોલીસને કહ્યું છે કે રાજ કુંદ્રા શું કામ કરે છે એ વિશે એને કશી ખબર જ નહોતી, કારણ એ પોતાનાં જ કામોમાં અત્યંત વ્યસ્ત હતી. શિલ્પાએ કહ્યું છે, 'હું મારાં કામમાં જ વ્યસ્ત હતી અને રાજ કુંદ્રા શું કહે છે એ મને કશી જ ખબર જ નહોતી.' શિલ્પાએ એવું પણ કહ્યું કે વિવાદાસ્પદ એપ 'હોટશોટ્સ' કે 'બોલિફેમ' વિશે પણ તેને કશી જ ખબર નહોતી. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રના કારણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.