India Corona Cases: દેશમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, જાણો આજે કેટલા કેસ નોંધાયા અને કેટલા લોકોના થયા મોત
India Corona Update: દેશમાં અત્યાર સુધીમાં 81,85,13,827લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 96,46,778 લોકોને રસી અપાઈ હતી
India Coronavirus Update: દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઘટાડો થયો છે. આ પહેલા સતત પાંચ દિવસ કોરોનાના 30 હજારથી વધારે કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,115 નવા કેસ અને 252 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 34,469 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સોમવારે 30,256 નવા કેસ નોંધાયા હતા અને 43,938 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 295 લોકોના મોત થયા હતા.
છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કેસ
- 16 સપ્ટેમ્બરઃ 30,570
- 17 સપ્ટેમ્બરઃ34,403
- 18 સપ્ટેમ્બરઃ 35,662
- 19 સપ્ટેમ્બરઃ30,773
- 20 સપ્ટેમ્બરઃ 30,256
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 4 હજાર 534
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 27 લાખ 49 હજાર 574
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 09 હજાર 575
- કુલ મોતઃ 4 લાખ 45 હજાર 385
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 81,85,13,827લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 96,46,778 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
India reports 26,115 new #COVID19 cases, 252 deaths & 34,469 recoveries in last 24 hrs, says Health Ministry
— ANI (@ANI) September 21, 2021
Total Cases: 3,35,04,534
Total Active cases: 3,09,575
Total Recoveries: 3,27,49,574
Total Death toll: 4,45,385
Total vaccination: 81,85,13,827 (96,46,778 in 24 hrs) pic.twitter.com/CzL8Ugj7lq
લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.
કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા
આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 55,50,35,717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,13,951 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.