શોધખોળ કરો

Maharashtra: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, જાણો ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીને શું આપી ખુલી ઓફર

Uddhav Thackeray on Nitin Gadkari: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ ભાજપની પ્રથમ યાદીમાં સામેલ નથી. આ અંગે ઉદ્ધવ જૂથે અનેકવાર પોતાના નિવેદનો દ્વારા ભાજપ પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન, શિવસેના (UBT) પ્રમુખનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ નીતિન ગડકરીને ખુલ્લી ઑફર આપતા જોવા મળે છે.

ઉદ્ધવ ઠાકરેએ ઓફર આપી 
ધારાશિવમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'નીતિન જી, ભાજપ છોડી દો... રાજીનામું આપી દો, સાથે ઊભા રહો... અમે તમને મહાવિકાસ આઘાડીના નેજા હેઠળ જીતાડીશું.' ભાજપને વધુ ચેતવણી આપતા ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્ર ક્યારેય દિલ્હી સામે ઝૂક્યું નથી. છત્રપતિ શિવાજી મહારાજ પણ આગ્રામાં ઔરંગઝેબ સામે ઝૂક્યા ન હતા.

ઉદ્ધવ ઠાકરેએ હુમલો કર્યો
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપની 195 ઉમેદવારોની પ્રથમ યાદીમાંથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને બાકાત રાખવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. નાગપુર લોકસભા સીટ પરથી બે વખત સાંસદ રહી ચૂકેલા નીતિન ગડકરી 2014થી ભારતીય રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ છે.

ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "વિરોધી પક્ષોને ખતમ કરવાની રાજનીતિ સહન કરવામાં આવશે નહીં. 'જુમલા' (બનાવટી વચનો)નું નામ બદલીને 'ગેરંટી' કરવું જોઈએ." ઉદ્ધવ ઠાકરેની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે એનડીએમાં સીટ વહેંચણીને લઈને મંથન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રની 48 લોકસભા સીટો માટે મહાયુતિમાંથી સીટની વહેંચણી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર નથી.

આજે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલ સહિત ઘણા નેતાઓ મહારાષ્ટ્ર અંગે અમિત શાહ સાથે ચર્ચા કરશે. આવી સ્થિતિમાં આગામી લોકસભાની ચૂંટણી અને બેઠકોની વહેંચણી અંગે શું ચર્ચા થાય છે તે બેઠક બાદ જ ખબર પડશે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી કરી જાહેર

Congress Candidates List 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લીસ્ટ

 લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરીને આને મંજૂરી આપી દીધી છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget