શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સંકટ: બ્રિટનના વડાપ્રધાને PM મોદી સાથે ફોન પર કરી વાતચીત
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું, બ્રિટનના વડાપ્રધાને કોરોના વાયરસ મુદ્દે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી આંતરરાષ્ટ્રીય પ્રયાસોના મહત્વ પર જોર આપ્યું હતું.
લંડન: બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસને જીવલેણ કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે જરૂરી પરસ્પર આંતરરાષ્ટ્રીય તાલમેલના પ્રયાસો પર ચર્ચા કરવા માટે ગુરુવારે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં સામે આવેલા આ કોરોના વારયસે 118 દેશોમાં અત્યાર સુધી 4 હજારથી વધુ લોકોના જીવ લીધા છે. અને એક લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે.
બ્રિટનના પ્રધાનમંત્રીના આવાસ અને કાર્યાલય, ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું, “વડાપ્રધાને આજે પીએમ મોદી સાથે વાતચીત કરી, તેમણે કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરી અને વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી આંતરરાષ્ટ્રીય પ્રયાસોના મહત્વ પર જોર આપ્યું હતું. ભોરતમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવાના પ્રયાસ અંતર્ગત 15 એપ્રિલ સુધી મોટાભાગના યાત્રીઓના વીઝા રદ કરવામાં આવ્યા છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને મહામારી જાહેર કર્યું છે.”
પ્રવક્તાએ કહ્યું, “ પ્રધાનમંત્રી જોનસને અને પીએમ મોદીએ વેપાર, સાંસ્કૃતિક સંબંધો, રક્ષા અને ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.” જલવાયુ પરિવર્તનથી પેદા થયેલા પડકારો સહિત અન્ય મુદ્દા પર ફોન પર ચર્ચા થઈ.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કુલ 73 પોજિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 56 ભારતીય નાગરિકો સામેલ છે, જ્યારે અન્ય 17 વિદેશી નાગરિકો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion