UK Temple Attack: એસ જયશંકરે બ્રિટનમાં હિંદુ મંદિરો પરના હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી, બ્રિટનના વિદેશ સચિવ સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
વિદેશ મંત્રીએ કહ્યું કે આ બેઠક દરમિયાન 2030 માટે રોડમેપ સહિત અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
UK Temple Attack: બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ મંદિરો પર હુમલાના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. કેટલાક કટ્ટરપંથી જૂથો સતત હિંદુ મંદિરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પ્રદર્શનો પણ જોવા મળી રહ્યા છે. હવે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે બ્રિટનના વિદેશ સચિવ સાથે વાત કરી છે. આ દરમિયાન તેમણે બ્રિટનમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ લોકોને સુરક્ષા આપવાની વાત કરી હતી. આ બેઠકને લઈને વિદેશ મંત્રી તરફથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રીએ ટ્વીટ કરીને વાતચીતની જાણકારી આપી
જણાવી દઈએ કે તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને તમામ હિંદુ મંદિરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બર્મિંગહામના મંદિર પર વધુ એક હુમલાની શક્યતાને જોતા અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે યુકેના વિદેશ સચિવ સાથેની મુલાકાત અંગે ટ્વીટ કરીને કહ્યું, “યુકેના વિદેશ સચિવ સાથે ખૂબ સારી વાતચીત થઈ. આ દરમિયાન તેમણે યુકેમાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે તેમના તરફથી ખાતરી આપવામાં આવી છે.”
વિદેશ મંત્રીએ કહ્યું કે આ બેઠક દરમિયાન 2030 માટે રોડમેપ સહિત અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત બંને દેશોની ભાગીદારીને વધુ સુધારવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
A warm conversation with UK Foreign Secretary @JamesCleverly.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 21, 2022
Discussed taking forward Roadmap 2030. Appreciate his commitment to deepening our partnership.
Our conversation also covered global issues including Indo-Pacific, Ukraine and UNSC matters. pic.twitter.com/2PsqfZUqFd
લેસ્ટરમાં ભારે હોબાળો થયો હતો
તમને જણાવી દઈએ કે બ્રિટન સિવાય કેનેડામાંથી પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે, જ્યાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ઇંગ્લેન્ડના લેસ્ટરમાં ભારે હોબાળો થયો હતો. અહીં હિંદુ મંદિરો પરથી ભગવો ધ્વજ હટાવી દેવામાં આવ્યો, ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું. હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે અથડામણ થઈ. આ સમગ્ર મામલામાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે હિંસાનું કારણ ફેક ન્યૂઝ છે, જે ઝડપથી ફેલાઈ અને લોકો અહીં એકઠા થવા લાગ્યા. આ પછી આવી જ કેટલીક ઘટનાઓ જોવા મળી હતી. હાલમાં યુકેના બર્મિંગહામમાં આવેલા હિન્દુ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંદિર પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મંદિર પર હુમલાની શક્યતાને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે.