શોધખોળ કરો

UK Visa: બ્રિટન જવા માટે જોઈએ છે વિઝા ? આ શહેરોમાં રહેતા લોકો માટે પ્રોસેસ સરળ

VFS ગ્લૉબલે (VFS Global) આ માટે ટાટા ગ્રુપની ઈન્ડિયન હૉટેલ્સ કંપની (Indian Hotels Company) અને રેડિસન હૉટેલ ગ્રુપ (Radisson Hotel Group) સાથે જોડાણ કર્યું છે.

UK Visa News: ભારતના ઘણા શહેરોના રહેવાસીઓ માટે હવે યૂકેના વિઝા મેળવવું આસાન બની ગયું છે. હવે આ શહેરોના લોકોને યૂકેના વિઝા માટે અરજી કરવા એમ્બેસીમાં જવાની જરૂર નહીં પડે. હવે આ કામ નજીકની કેટલીક હૉટલમાંથી જ થઈ શકશે.

આ 3 હૉટલોમાં શરૂ થઇ ફેસિલિટી - 
VFS ગ્લૉબલે (VFS Global) આ માટે ટાટા ગ્રુપની ઈન્ડિયન હૉટેલ્સ કંપની (Indian Hotels Company) અને રેડિસન હૉટેલ ગ્રુપ (Radisson Hotel Group) સાથે જોડાણ કર્યું છે. આ કરાર બાદ હવે બેંગ્લૉર, મેંગલૉર અને વિશાખાપટ્ટનમમાં રહેતા લોકો પોતાની નજીકની તાજ હૉટેલમાં UK વિઝા માટે અરજી કરી શકશે. આ સુવિધા વિવંતા બેંગલુરુ (Vivanta Bengaluru), વ્હાઇટફિલ્ડ, વિવંતા મેંગલૉર (Vivanta Manglore), ઓલ્ડ પૉર્ટ રૉડ અને ધ ગેટવે હૉટેલ (The Gateway Hotel), વિશાખાપટ્ટનમમાં પહેલેથી જ શરૂ થઈ ગઈ છે.

વીએફએક્સ ગ્લૉબલએ આપ્યુ અપડેટ - 
VFS ગ્લૉબલ એક વૈશ્વિક કંપની છે, જે વિઝાથી લઈને પાસપૉર્ટ અને ફૉરેક્સ સુધીની તમામ સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ સોશ્યલ મીડિયા પૉસ્ટમાં આ અંગેની માહિતી આપી હતી. તેમને કહ્યું, 'ભારતના બેંગ્લૉર, મેંગલૉર અને વિશાખાપટ્ટનમ શહેરોના યૂકે વિઝા અરજદારો માટે અપડેટ છે. તમે હવે અમારા પ્રીમિયમ એપ્લિકેશન કેન્દ્રો દ્વારા UK વિઝા માટે તમારી નજીકની તાજ હૉટેલની મુલાકાત લઈ શકો છો.

આ હૉટલો પર પણ સુવિધા ઉપલબ્ધ  - 
આ ત્રણ શહેરો ઉપરાંત અમૃતસર, મોહાલી, લુધિયાણા અને નોઈડાના લોકો માટે પણ આ આસાન સુવિધા શરૂ કરવામાં આવી છે. VFS ગ્લૉબલના જણાવ્યા મુજબ, રેડિસન બ્લૂ હૉટેલ અમૃતસર (Radisson Blu Hotel Amritsar), રેડિસન રેડ ચંદીગઢ મોહાલી (Radisson RED Chandigarh Mohali), પાર્ક પ્લાઝા લુધિયાણા (Park Plaza Ludhiana) અને રેડિસન નોઈડા (Radisson Noida) વિઝા ખાતે સ્થિત પ્રીમિયમ એપ્લિકેશન કેન્દ્રો દ્વારા અરજી કરી શકાય છે.

આ છે અરજી કરવાની પ્રૉસેસ - 
જો તમે પણ યૂકેના વિઝા મેળવવા માંગો છો, તો આ માટે તમારે પહેલા એપૉઇન્ટમેન્ટ બુક કરવી પડશે. તમારી ઑનલાઇન વિઝા અરજી સબમિટ કર્યા પછી તમારી પાસે બાયૉમેટ્રિક્સ પ્રદાન કરવા અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 240 દિવસ સુધીનો સમય હશે. તમે 24 કલાક અગાઉ એપૉઇન્ટમેન્ટ બદલી શકો છો અને નવી તારીખ નક્કી કરી શકો છો. જો તમે તમારી અરજી સબમિટ કર્યાના 240 દિવસની અંદર બાયૉમેટ્રિક આપી શકતા નથી, પરંતુ હજુ પણ વિઝા મેળવવામાં રસ ધરાવો છો, તો તમારે UKVI નો સંપર્ક કરવો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Price Hike: નવા વર્ષના પહેલા દિવસે જ મોટો ઝાટકો, CNGના ભાવમાં થયો વધારો Watch VideoNew Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch VideoSurat News: હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ, ચાર લોકો બળીને ભડથૂ; લાશ ઓળખી ન શકાય તેવી સ્થિતિIPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Embed widget