Umesh Pal Murder Case Live Updates: અતીક અહમદ અને અશરફને કોર્ટે આપ્યો ઝટકો, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવાની આ પ્રક્રિયા પાછળ ઉત્તર પ્રદેશ સરકાર લગભગ 10 લાખ રૂપિયા ખર્ચી રહી છે.
LIVE
Background
લખનઉઃ ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી દર વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લાવવામાં આવે છે. તેને લાવવા માટે બે પોલીસ વાન અને બે એસ્કોર્ટ વાહનોમાં 37 પોલીસકર્મીઓ ગુજરાત મોકલવામાં આવ્યા હતા. અતીક અહેમદને ગુજરાતમાંથી લાવીને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવાની આ પ્રક્રિયા પાછળ ઉત્તર પ્રદેશ સરકાર લગભગ 10 લાખ રૂપિયા ખર્ચી રહી છે.
આ સાથે જ કોર્ટમાં સુનાવણી પૂરી થશે ત્યારે માફિયા ડોનને ફરીથી 1275 કિલોમીટરના રોડ માર્ગે ગુજરાત લઈ જવામાં આવશે. અતીકને લાવવા માટે યોગી આદિત્યનાથ સરકારના 37 પોલીસકર્મીઓના પગાર અને ડીએ પર લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ પોલીસકર્મીઓના ચાર દિવસના પગાર અને ડીએની સરેરાશ ઉમેરીને આ આંકડા આપવામાં આવ્યા છે.
ડીઝલ પાછળ 3 લાખનો ખર્ચ થાય છે
આ રિપોર્ટ અનુસાર અતીક અહમદને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ડીઝલ માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અતીક અહમદને ગુજરાતમાંથી પ્રયાગરાજ અને પછી પાછા લાવવા માટે એસ્કોર્ટ વાન અને પોલીસ વાનને 4 ફેરા કરવા પડે છે.
પોલીસકર્મીઓ પાછળ 6 લાખનો ખર્ચ થાય છે
માફિયા ડોન અતીકને લાવવા માટે એક કમાન્ડિંગ ઓફિસર, એક ઈન્સ્પેક્ટર, બે સબ ઈન્સ્પેક્ટર, 6 ડ્રાઈવર, ચાર હેડ કોન્સ્ટેબલ અને 23 કોન્સ્ટેબલની ડ્યુટી લગાવવામાં આવી છે. આ પોલીસકર્મીઓને પગાર અને ડીએ તરીકે 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.
યોગી સરકાર આટલો બધો ખર્ચ કેમ કરી રહી છે?
અતીક અહમદ 2019થી સાબરમતી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે ફુલપુરના પૂર્વ સાંસદને ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટમાં વકીલોએ હોબાળો મચાવ્યો
#WATCH | UP: Lawyers hold protest outside the CJM court in Prayagraj, demanding implementation of Advocates Protection Act
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023
Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf, have been brought here today in connection with the Umesh Pal murder case pic.twitter.com/aB7hIdva48
માફિયા અતીક અહમદને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદને બુધવારે પ્રયાગરાજની CJM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટે બંને ભાઈઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
કોર્ટની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા
જિલ્લા કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં પોલીસ અને પીએસી તૈનાત કરવામાં આવી છે. ત્રણ આઈપીએસની સાથે 10 ડેપ્યુટી એસપી, 20 ઈન્સ્પેક્ટર, 50 સબ ઈન્સ્પેક્ટર અને 300 કોન્સ્ટેબલોએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી છે.
અતીકને કોર્ટમાં લાવવામાં આવ્યો
#WATCH उत्तर प्रदेश: उमेश पाल हत्याकांड मामले में गैंगस्टर अतीक अहमद और उसके भाई अशरफ को प्रयागराज के CJM कोर्ट लाया गया। pic.twitter.com/ggtr0mJ07U
— ANI_HindiNews (@AHindinews) April 13, 2023
ઉમેશ પાલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી
અતીક અહમદ અને અશરફ ઉમેશ પાલ હત્યા કેસમાં હાજર થવાના છે. સુનાવણી પહેલા ઉમેશ પાલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
उत्तर प्रदेश: गैंगस्टर अतीक अहमद और उसके भाई अशरफ को उमेश पाल हत्याकांड में मुख्य न्यायिक मजिस्ट्रेट (CJM) की अदालत में पेश किया जाएगा।
— ANI_HindiNews (@AHindinews) April 13, 2023
ताज़ा तस्वीरें प्रयागराज स्थित उमेश पाल के आवास से हैं। pic.twitter.com/YH6vYis3AZ