Umesh Pal : યોગીએ 2 દિવસ પહેલા ભર્યો હતો હુંકાર અને આજે તો ખેલ ખતમ, ઉપેશ પાલનો હત્યારો ઠાર
મહત્વની વાત એ છે કે, સોમવારે જે જગ્યાએ ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી તેનાથી માત્ર બે કિલોમીટર દૂર આ એન્કાઉન્ટર થયું હતું .
Arbaz Encounter : ઉમેશ પાલની હત્યાના ત્રીજા જ દિવસે પોલીસની ટીમોએ હુમલાખોરોમાંના એક એવા અરબાઝનું એન્કાઉન્ટર કરી નાખ્યું છે અને તેમાં તેનું મોત નિપજ્યું છે. આ એન્કાઉન્ટર પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં નહેરુ પાર્કમાં થયું હતું. બાકીના બદમાશોની શોધમાં આ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અરબાઝ એ જ ક્રેટા કાર ચલાવતો હતો જેનો ઉપયોગ ઉમેશ પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, સોમવારે જે જગ્યાએ ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી તેનાથી માત્ર બે કિલોમીટર દૂર આ એન્કાઉન્ટર થયું હતું .
સોમવારે પોલીસ, એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે અરબાઝ નહેરુ પાર્ક નજીકના જંગલમાં છુપાયો છે. આ માહિતીના આધારે પોલીસની ટીમોએ તેને ઘેરી લીધો હતો. જ્યારે તેને ઘેરી લેવામાં આવ્યો તો બાઇક પર આવેલા અરબાઝે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ધુમાનગંજના ઇન્સ્પેક્ટરને હાથમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી અને અરબાઝનું ઢીમ ઢાળી દીધું હતું.
અરબાઝને ત્રણ ગોળી વાગી હતી. એક ગોળી તેની છાતીમાં વાગી હતી. જ્યારે તે ઘાયલ થયો ત્યારે તેણે તેના હાથિયાર હેઢા મુખ્યા હતાં. પોલસ ઘાયલ અરબાઝને સ્વરૂપ રાની હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
પુરમુફ્તીના સલ્લાહપુરનો રહેવાસી અરબાઝ અતિક અહેમદના પુત્ર અસદનો ડ્રાઈવર હતો. અરબાઝને બાહુબલી અતીક અહેમદનો ખૂબ જ ખાસ માનવામાં આવતો હતો. તેના પિતા પણ અતીક અહેમદની જ કાર ચલાવતા હતા. આ હુમલામાં અસદનું પણ નામ છે. સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં અરબાઝનો ચહેરો કેદ થયો હતો. તેણે જ ઉમેશ પર પણ હુમલો કર્યો હતો.
અતીકે જ હત્યાનું કાવતરું ઘડ્યું હતું!
દરમિયાન, યુપી પોલીસે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની પૂછપરછની તૈયારી કરી લીધી છે. સૂત્રોનું કહેવું છે કે સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઉમેશ પાલ અતિક અહેમદના નજીકના પ્રોપર્ટી ડીલરના સોદામાં સતત અવરોધો ઉભો કરી રહ્યો હતો. યુપી એસટીપીને ઘટનાસ્થળેથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા બાદ ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની 10 ટીમોએ હત્યારાઓને ઠાર કર્યા છે.ફોર્સની 10 ટીમો દિવસ-રાત દરોડા પાડી રહી છે. હત્યારાઓ. આ દરમિયાન પૂર્વ સાંસદ અતીક અહેમદના ઘર નજીકથી સફેદ રંગની ક્રેટા કાર મળી આવી છે. ગોળીબાર કર્યા બાદ બદમાશો કાર છોડીને ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ મામલે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં પણ ધમાલ મચી જવા પામી હતી. તે દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હુંકાર ભરતા કહ્યું હતું કે, હમ બદમાશો કો મિટ્ટી મેં મિલા દેંગે. યોગીના આ નિવેદનના ત્રીજા જ દિવસે ઉમેશ પાલના હત્યારાઓમાંના મુખ્ય આરોપીને પોલીસે ઠાર માર્યો છે.