Unified Pension Scheme: શું રાજ્યનાં કર્મચારીઓને પણ નવી પેન્શન સ્કીમ UPSનો લાભ મળશે? જાણો અશ્વિની વૈષ્ણવે શું જવાબ આપ્યો
Unified Pension Scheme: કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપતા યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સ્કીમ આવતા વર્ષથી લાગુ થઈ જશે.
Ashwini Vaishnaw On UPS: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે શનિવાર (24 ઓગસ્ટ)ના રોજ યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ માટે પગારનું 50 ટકા પેન્શન તરીકે સુનિશ્ચિત કરવાની મંજૂરી મળી છે. આ વાતની જાણકારી કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી.
તેમણે કહ્યું, "આજે કેન્દ્રીય મંત્રિમંડળે સુનિશ્ચિત પેન્શન આપતી સરકારી કર્મચારીઓ માટે એકીકૃત પેન્શન યોજના (UPS)ને મંજૂરી આપી દીધી છે. 50% સુનિશ્ચિત પેન્શન આ યોજનાનો પ્રથમ સ્તંભ છે. બીજો સ્તંભ સુનિશ્ચિત પારિવારિક પેન્શન હશે. કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને એકીકૃત પેન્શન યોજના (UPS)થી લાભ થશે. કર્મચારીઓ પાસે NPSઅને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે."
UPSના ત્રણ પિલર
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 50% સુનિશ્ચિત પેન્શન યોજનાનો ફાયદો ન્યૂનતમ 25 વર્ષની સેવા પૂરી કરનાર સરકારી કર્મચારીઓ માટે છે. તેમને નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારનું 50 ટકા પેન્શન તરીકે મળશે.
કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે પારિવારિક પેન્શન યોજના હેઠળ, પેન્શનરના પરિવારને તેમના મૃત્યુ સમયે મળેલા પેન્શનનું 60 ટકા મળશે. જ્યારે, ન્યૂનતમ 10 વર્ષની સેવા આપનાર સરકારી કર્મચારીઓ માટે, નિવૃત્તિ પછી 10,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે.
વર્તમાન પેન્શન યોજના અનુસાર, કર્મચારીઓ 10 ટકાનું યોગદાન આપે છે જ્યારે કેન્દ્ર સરકાર 14 ટકાનું યોગદાન આપે છે, જેને UPS સાથે વધારીને 18 ટકા કરી દેવામાં આવશે.
શું રાજ્ય કર્મચારીઓને પણ આનો ફાયદો મળશે?
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જો રાજ્ય સરકાર નવી પેન્શન સ્કીમ UPSને લાગુ કરવા માંગે છે તો તેને લાગુ કરી શકાય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારોને પણ એકીકૃત પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જો રાજ્ય સરકારો UPSનો વિકલ્પ પસંદ કરે છે તો લાભાર્થીઓની સંખ્યા લગભગ 90 લાખ થઈ જશે. આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને NPSથી UPSમાં પસંદગી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.
બધા NPS લોકોને UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. આ માટે સરકાર બાકી રકમ ચૂકવશે. 2004થી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ આ લાભ મળશે.
આ પણ વાંચોઃ
Unified Pension Scheme: મોદી સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ, નવી પેન્શન સ્કીમ રજૂ કરી