PM AWAS ગ્રામીણ હેઠળ વર્ષ 2024 સુધી ગરીબોને મળશે પોતાનું ઘર
તમામ ગરીબ પરિવારોને પાકુ મકાન આપવા માટેના ઉદેશ્યથી સરકારે પીએમ આવાસ યોજનાની મર્યાદા વર્ષ 2024 સુધી વધારી દીધી છે.
PM Awas Yojna: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ મળનારા ફાયદાઓને વર્ષ 2024 સુધી વધારી દીધા છે. કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ દેશના ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને પાકુ મકાન આપવાનું છે. સરકારનો અંદાજ હતો કે દેશમાં બે કરોડ 95 લાખ લોકોને પાકુ મકાન આપવાની જરૂરિયાત છે. વર્ષ 2021 નવેમ્બર સુધી એક કરોડ 65 લાખ મકાન બનાવવામાં આવ્યા છે. તમામ ગરીબ પરિવારોને પાકુ મકાન આપવા માટેના ઉદેશ્યથી સરકારે પીએમ આવાસ યોજનાની મર્યાદા વર્ષ 2024 સુધી વધારી દીધી છે.
પીએમ આવાસ યોજના ગ્રામીણ પર અત્યાર સુધીમાં 1,97,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારે 1,44,162 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મોદી કેબિનેટ દ્ધારા પીએમ આવાસ યોજનાની મર્યાદા વધારી દીધી છે અને આ માટે 2,17,257 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે જેમાં કેન્દ્ર સરકાર કુલ ખર્ચ 144000ની નજીક રહેશે.
પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ દેશના પહાડી રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્ય
90:10ના રેશિયોમાં પૈસા આપે છે. સામાન્ય વિસ્તારોમાં આ રેશિયો કેન્દ્ર અને સરકાર વચ્ચે 60:40માં વહેચાઇ જાય છે. દેશમાં અનેક લોકો પાકા મકાન મળી શક્યા નથી. બાકી રહી ગયેલા પરિવારો પણ પોતાનું પાકુ મકાન બનાવી શકે એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને 2024 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. પીએમ આવાસ ગ્રામીણ માટે નાબાર્ડને લોન રિપેમેન્ટ માટે 18,676 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.