શોધખોળ કરો
Advertisement
કેંદ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું- એર ઈન્ડિયાના ખાનગીકરણ સિવાય કોઈ વિકલ્પ નથી
સરકારી એરલાઈન એર ઈન્ડિયા દેવામાં ડુબેલી છે. હવે તેને લઈને કેંદ્ર સરકારે કહ્યું કે ખાનગીકરણ કરવા સિવાય કોઈ રસ્તો નથી.
નવી દિલ્હી: સરકારી એરલાઈન એર ઈન્ડિયા દેવામાં ડુબેલી છે. હવે તેને લઈને કેંદ્ર સરકારે કહ્યું કે ખાનગીકરણ કરવા સિવાય કોઈ રસ્તો નથી. નાગરિક ઉડ્ડન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, કેટલાક સમયથી એર ઈન્ડિયાનું દેવુ વધી રહ્યું છે, જેને હવે ચાલુ ન રાખી શકાય. પુરીએ કહ્યું, મે પહેલા પણ કહ્યું છે, અમારી પાસે એર ઈન્ડિયાના ખાનગીકરણ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.
લગભગ 60 હજાર કરોડના દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2018-19માં 8,400 કરોડ રૂપિયાનું મોટું નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એર ઈન્ડિયાને વધારે ઓપરેટિંગ કોસ્ટ અને વિદેશી ચલણમાં ખોટના કારણે ભારે નુકસાન ઉઠાવું પડ્યું છે. આવી પરિસ્થિતિમાં એર ઈન્ડિયા ઓઈલ કંપનીઓને પણ પૈસા આપવામાં સક્ષમ નથી. તાજેતરમાં જ ઓઈલ કંપનીઓએ ઈંધણનું સપ્લાઈ અટકાવવાની ધમકી આપી દીધી હતી. પણ ફરી સરકારે હસ્તક્ષેપ કરીને ઈંધણ સપ્લાઈ કરાવવાનું શરૂ કરાવ્યું. કેન્દ્ર સરકાર, એર ઈન્ડિયામાં પોતાની 100 ટકા ભાગીદારી વેચવા જઈ રહી છે. ત્રણ વર્ષ દરમિયાન એર ઈન્ડિયાનું નુકસાન સૌથી મોટું હતું. કંપનીની નેટવર્થ માઈનસમાં 24,893 કરોડ રૂપિયા હતી, સાથે જ નુકસાન 53,914 કરોડ રૂપિયાનું હતું. ઉદ્યોગ મંત્રી ગણપત સાવંતે જણાવ્યું કે, પીએસયૂ વિભાગે રિવાઈવલ અને રિસ્ટ્રક્ચરિંગ પર ધ્યાન આપ્યું છે. સરકાર તેમની તરફથી આવી કંપનીઓમાં ફરીથી પૈસા કમાવવાની નવી રીત પર કામ કરી રહી છે.Union Civil Aviation Minister Hardeep Singh Puri: Air India over a period of time has now gathered debt which could be described as unsustainable. https://t.co/cin9O6HPBj
— ANI (@ANI) December 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement