Covid New Variant: કોરોનાના નવા વેરિઅન્ટ Omicronથી દહેશત, સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યનો પત્ર લખી આપ્યા કડક નિર્દેશ
New Corona variant: દક્ષિણ આફ્રિકામાં કોરોનાા નવા વેરિઅન્ટ ઓમિક્રોન મળ્યા બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે અને ત્યારબાદ અન્ય દેશોમાં તેના કેસ જોવા મળ્યા છે.
New Corona variant: દક્ષિણ આફ્રિકામાં કોરોનાા નવા વેરિઅન્ટ ઓમિક્રોન મળ્યા બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે અને ત્યારબાદ અન્ય દેશોમાં તેના કેસ જોવા મળ્યા છે. અહીં સરકાર દ્વારા આ અંગે મોનિટરિંગ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને તેને રોકવા માટે સર્વેલન્સના પગલાં વધારવા અને કોરોના રસીકરણને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે.
કોરોનાના નવા પ્રકારને લઈને દહેશતના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં છૂટછાટની સમીક્ષા સહિત કોરોના રસીકરણ અને કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
કોરોનાના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે આજે સાંજે એક બેઠક બોલાવી છે. એક દિવસ પહેલા, મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જાહેરાત કરી હતી કે દક્ષિણ આફ્રિકન દેશોમાંથી આવતા લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યા બાદ તેમની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે.
દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ જોવા મળેલા કોરોના વાયરસના ચિંતાજનક નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં મુસાફરી પર પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ઘણા પરિવર્તનો સાથેનો આ પ્રકાર ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે અને રસીને પણ હરાવી શકે છે. જો કે, વૈજ્ઞાનિકો હજુ પણ આની તપાસ કરી રહ્યા છે અને પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વૈશ્વિક સ્થિતિને જોતા કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ ફરીથી શરૂ કરવા માટે નક્કી તારીખની ફરી સમીક્ષા કરવામાં આવશે. તપાસ પ્રોટોકોલને કડક બનાવવા માટે એરપોર્ટ, બંદરોના સ્વાસ્થ્ય અધિકારીઓને સંવેદનશીલ બનાવવામાં આવશે. તો દેશની અંદર મહામારીની ઉભરતી સ્થિતિ પર બાજ નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.