શોધખોળ કરો
Advertisement
રામદાસ અઠાવલેએ આપી ફોર્મૂલા, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના આવી રીતે બનાવી શકે છે સરકાર
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મેં સમજૂતી માટે સંજય રાઉત સાથે વાત કરી છે
નવી દિલ્હીઃકેન્દ્રિય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ કહ્યું કે, તેમણે શિવસેનાના નેતા સંજય રાઉતને ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઇને ચાલી રહેલા ગતિરોધ તોડવાની વાત કરી છે. જેના પર રાઉતે વિચાર કરીને ભાજપ સાથે વાત કરવાનું કહ્યુ હતું.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મેં સમજૂતી માટે સંજય રાઉત સાથે વાત કરી છે. જેમાં ત્રણ વર્ષ બીજેપી અને બે વર્ષ શિવસેનાને સીએમ પદને લઇ ઉપાય આપ્યો છે. જેના પર તેમણે કહ્યું કે, જો બીજેપી માની જશે તો શિવસેના આ અંગે વિચારી શકે છે. આ સંદર્ભમાં હું બીજેપી સાથે પણ વાત કરીશ. મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા.Union Minister Ramdas Athawale: I had talked to Sanjay Raut ji about a compromise. I suggested him a formula of 3 years (CM from BJP) and 2 years (CM from Shiv Sena) to which he said that if BJP agrees then Shiv Sena can think about it. I will discuss this with BJP. pic.twitter.com/VRn7AiVgHF
— ANI (@ANI) November 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement