શોધખોળ કરો

Weather Forecast Today: આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Weather Forecast Today: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્લી એનસીઆરમાં વાદળો અને ઠંડા પવનોને કારણે દિલ્હી-NCRમાં ગરમીથી રાહત મળી છે. આગામી 24 કલાકમાં હળવા વરસાદની શક્યતા છે જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.

Weather Forecast Today: દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આકરી ગરમી વચ્ચે આ રાહતના સમાચાર છે. શનિવારે (22 માર્ચ) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.6 ડિગ્રી ઓછું હતું. IMD વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.

શનિવારે (22 માર્ચ) બપોરે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હવામાન અચાનક બદલાઈ ગયું હતું અને લખનૌ, બદાઉન, બરેલી, આગ્રા, અલીગઢ સહિત ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાયો હતો જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જો કે, રવિવારે (23 માર્ચ) હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે અને ગરમી વધી શકે છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં 23 માર્ચથી 28 માર્ચ સુધી હવામાન શુષ્ક રહેશે અને કોઈપણ ભાગમાં વરસાદ કે ભારે પવનની શક્યતા નથી.

બિહારમાં કેવું રહેશે હવામાન?

IMD અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો મૌસમનો માર હવે શાંત થઇ રહ્યો છે.  આજ પછી વરસાદથી રાહત મળવાની આશા છે અને સોમવાર (24 માર્ચ)થી હવામાન શુષ્ક રહેશે. આ સાથે, તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. જો કે, હાલમાં બિહારના 12 જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેને જોતા પટના હવામાન કેન્દ્રે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન સામાન્ય રહેશે અને હળવા પવનો ફૂંકાતા રહેશે.

પશ્ચિમ બંગાળમાં તોફાનની ચેતાવણી

બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં આંધી અને વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઝારગ્રામ, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા, પુરુલિયા, હુગલી અને હાવડામાં હળવાથી મધ્યમ વરસાદ અને કરા પડવાની ચેતાવણી આપી છે. આ ઉપરાંત, બીરભૂમ, મુર્શિદાબાદ અને 24 પરગણા જિલ્લામાં ભારે પવન અને વીજળી પડવાની સંભાવના છે. આગામી બે દિવસમાં રાજ્યના તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

તેલંગાણામાં ઓરેન્જ અને યલો એલર્ટ

તેલંગાણાના ઘણા જિલ્લાઓ માટે, હવામાન વિભાગે 24 માર્ચ સુધી તોફાન, અતિવૃષ્ટિ અને ભારે પવનને લઈને  ચેતવણીઓ જાહેર કરી છે. આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

ઉત્તરાખંડમાં મોટાભાગના વિસ્તારોમાં શુષ્ક હવામાન

રવિવારે (23 માર્ચ) ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ પહાડી વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. પૌરી, ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢમાં ઝરમર વરસાદની શક્યતા છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે મેદાનોમાં તાપમાન વધી શકે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ સૂકું રહ્યું છે, પરંતુ પહાડી વિસ્તારોમાં હળવા વરસાદ અને ઠંડા પવનોને કારણે સવાર-સાંજ ગુલાબી  ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkumar Jaat Case: રાજકુમારને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસોSurat Crime: ઉધનામાં વ્યાજખોર સંદિપ પાટીલની કરાઈ ધરપકડ, રૂપિયાની માંગ કરી આપતો હતો ત્રાસBanaskantha: વાસણ ગામે દીપડાનો આંતક, બે લોકો પર કર્યો જીવલેણ હુમલો Watch VideoKutch: પૂર્વ કચ્છની પોલીસે તોફાનીઓને આપ્યું અલ્ટીમેટમ,હવે ગુનો કરશો તો ગયા સમજો...

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
Embed widget