(Source: ECI/ABP News/ABP Majha)
લખનઉના કાકોરીમાંથી અલકાયદાના બે આતંકીઓ ઝડપાયા, સીરિયલ બ્લાસ્ટ કરવાનું હતું કાવતરુ
યૂપીની રાજધાની લખનઉના કાકોરી વિસ્તારમાંથી અલકાયદાના બે સંદિગ્ધ આતંકીઓ ઝડપાયા છે. એક સંદિગ્ધ આતંકીની મંડિયાવથી અટકાયત કરવામાં આવી છે.
યૂપીની રાજધાની લખનઉના કાકોરી વિસ્તારમાંથી અલકાયદાના બે સંદિગ્ધ આતંકીઓ ઝડપાયા છે. એક સંદિગ્ધ આતંકીની મંડિયાવથી અટકાયત કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓ પાસેથી પ્રેશર કુકર અને ટાઈમ બોંબ મળી આવ્યો છે. એટીએસના આઈજી જીકે ગોસ્વામીએ એબીપી ન્યૂઝને કહ્યું આતંકીઓ ઘણા દિવસથી રડાર પર હતા. તેનું કાવતરુ સીરિયલ બ્લાસ્ટ કરવાનું હતું. ભીડ-ભાડ હોય તેવી બજાર તેમના નિશાના પર હતી. ધરપકડ કરવામાં આવેલા હેન્ડલરનું નામ ઉમર અલ મંદી છે. તેમાંથી એક આતંકી પર કાશ્મીરમાં હુમલામાં સામેલ થવાનો આરોપ છે.
કેંદ્રીય સુરક્ષા એજન્સીઓને મળેલી જાણકારીના આધાર પર ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. એટીએસના જવાનોએ હાલ પણ કાકોરી વિસ્તારના એક ઘરને ઘેરી લીધુ છે. આસપાસના તમામ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. ડૉગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સ્થળ પર બોલાવવામાં આવી છે.
એટીએસના સૂત્રો મુજબ, આતંકીઓના નિશાન પર ભાજપના મોટા નેતા હતા. કાકોરી વિસ્તારમાં જે જગ્યાએ ઘર છે તેની નજીકમાં જ ભાજપ સાંસદ કૌશલ કિશોરનું ઘર છે, જેને હાલમાં જ કેંદ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા કાકોરીની હાજી કોલોનીમાં સૈફુદ્દીન સૈફીને પોલીસે ઠાર કર્યો હતો. માર્ચ 2017માં અંદાજે 12 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું.