શોધખોળ કરો

UPમાં મોદી-યોગી મેજિક નિષ્ફળ, આ બુથો પર 10 મત પણ ના મેળવી શક્યું ભાજપ

આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ પક્ષ અહીં 16,737 મતોથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારથી પાછળ રહી ગયો છે.

મેરઠ-હાપુડ લોકસભા સીટ હેઠળ આવતા કિઠૌર વિધાનસભા ક્ષેત્ર હંમેશા રાજકીય ચર્ચામાં રહે છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ પક્ષ અહીં 16,737 મતોથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારથી પાછળ રહી ગયો છે. જ્યારે માત્ર બે વર્ષ પહેલા 2022 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ સપાના ઉમેદવાર સામે માત્ર 2,180 મતોથી હારી ગયો હતો. હવે માત્ર બે વર્ષમાં ભાજપ અહીં લગભગ 14 હજાર મત ગુમાવી ચૂક્યું છે. ભાજપના ઉમેદવારને 16737 મત મળ્યા છે.

ભાજપને ઘણા બૂથમાં 10થી ઓછા વોટ મળ્યા છે

આ વખતે લોકસભા ચૂંટણીમાં ખૂબ જ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. જો આપણે મેરઠ-હાપુડ લોકસભા મતવિસ્તારના કેન્ટ વિધાનસભા ક્ષેત્રને છોડીએ તો અન્ય ચાર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપને ગઠબંધનના સપા ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો છે. જો આપણે કિઠૌર વિધાનસભા ક્ષેત્રની વાત કરીએ તો, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ માત્ર 2,180 મતોથી હારી ગયું હતું.

લોકસભાની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીંના સિસૌલી ગામમાં જાહેર સભા યોજીને ભાજપ તરફી માહોલ બનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. સપાના ઉમેદવારે આ વિધાનસભા મતવિસ્તારના તમામ ગામોમાં પ્રચાર કર્યો હતો. પરિણામ એ આવ્યું કે મુસ્લિમો, દલિતો અને પછાત વર્ગોનું વર્ચસ્વ ધરાવતા ગામડાઓમાં  ગઠબંધનના ઉમેદવારને ઘણા મતો મળ્યા. અહી 12 બુથ એવા હતા જ્યાં ભાજપને 10થી ઓછા મત મળ્યા હતા. 

ભાજપને 109 બૂથ પર 100 મત પણ ના મળ્યા

કિઠૌર વિધાનસભા મતવિસ્તારમાં મતદાનની સમીક્ષા કરતા જાણકારી મળી છે કે મતવિસ્તારના કુલ 395 બૂથમાંથી ભાજપને 109 બૂથમાં 100 થી ઓછા મત મળ્યા છે. જ્યારે ગઠબંધનના સપા ઉમેદવારને આ વિધાનસભા ક્ષેત્રમાં માત્ર 63 બૂથ 100 મત મળી શક્યા નહોતા. આ વિધાનસભામાં બસપા સૌથી ખરાબ સ્થિતિમાં હતી. અહીં BSP ઉમેદવારને 322 બૂથ પર 100થી ઓછા વોટ મળ્યા છે. આવા માત્ર 73 બૂથ હતા જ્યાં બસપાને 100થી વધુ વોટ મળ્યા હતા.

કિઠૌરમાં આ બુથો પર 10 મત પણ ના મેળવી શક્યું ભાજપ

બૂથ                                                               મતદાન           ભાજપ            સપા

ઇસ્લામિયા સ્કૂલ, રાર્ધના ઇનાયતપુર                    415                 7                  394

ગાંધી સ્મારક ઇન્ટર કોલેજ કિઠૌર                        453                 9                  414

ભારત શિક્ષા સદન શહાજહાંપુર                         535                  6                  523

ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય જડૌદા                         458                  5                  428

પ્રાથમિક વિદ્યાલય રસૂલપુર                              779                  4                  766

ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય જસૌરા                       526                  3                   520

ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય પીપલી ખેડા               564                   8                   530

પ્રાથમિક વિદ્યાલય ઉલધન                              474                   7                   456

પંચાલત ભવન અજરાડા                                522                    9                    506

પંચાયત ભવન કક્ષ-2 અજરાડા                     488                     4                    460

ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય સફિયાબાદ             471                     3                     459

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Embed widget