આ જગ્યાએ ફ્લેટમાં એકથી વધુ કેસ આવશે તો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાશે, જાણો વિગતે
બહુમાળી ઈમારતના કોઈપણ એક માળ પર જો એક પણ કોવિડ કેસ આવશે તો તે માળને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. પરંતુ જો કથી વધારે કેસ આવશે તો બ્લિડિંગ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાશે.
લખનઉઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે વીકેંડ લોકડાઉન (Maharashtra Weekend Lockdown) લાદવાની સાથે કેટલાક નિયંત્રણો પણ મુક્યા છે. કોરોનાના વધી રહેલા કેસના કારણે ઉત્તર પ્રદેશે પણ કોરોના નિયમો કડક બનાવ્યા છે.
નવા નિયમો મુજબ, જો ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં કોઇ એક વ્યક્તિનો પણ કોરોના પોઝિટિવ (Corona Positive) આવશે તો બિલ્ડિંગને કન્ટેનમેન્ટ ઝોન (Containment Zone) જાહેર કરાશે. ઉપરાંત 14 દિવસ લુધી લોકોની અવરજવર નિયંત્રિત કરવામાં આવશે અને ટીમ સર્વે તથા ઈન્સ્વેસ્ટીગેશન કરશે. જો આ દરમિયાન કોઈ નવો કેસ નહીં જોવા મળે તો કન્ટેનમેન્ટ ફ્રી જાહેર કરાશે.
આ અંગે ગૌતમ બુદ્ધ નગરના ડીએમ સુહાસ એલવાયે કહ્યું, બહુમાળી ઈમારતના કોઈપણ એક માળ પર જો એક પણ કોવિડ કેસ આવશે તો તે માળને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. પરંતુ જો કથી વધારે કેસ આવશે તો બ્લિડિંગ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાશે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 25 લાખ 89 હજાર 067
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 82 હજાર 136
કુલ એક્ટિવ કેસ - 7 લાખ 41 હજાર 830
કુલ મોત - એક લાખ 65 હજાર 101
કુલ રસીકરણ - 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા.
સાત કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા છે.
રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.