(Source: ECI/ABP News/ABP Majha)
પ્રેમીએ પ્રેમિકા સાથે ખેતરમાં શરીર સુખ માણ્યા પછી હત્યા કરીને ખેતરમાં જ દાટી દીધી લાશ, દસ મહિના પછી.........
સનસનીખેજ ઘટના, યુવતીએ લગ્ન માટે દબાણ કર્યુ તો તેના પરીણીત પ્રેમીએ જ તેની હત્યા કરી નાંખી હતી. સબુતો ના મળે તે હેતુથી બાદ તેને તેની લાશને ખેતરમાં ખોડો કરીને દાટી દીધી હતી.
અયોધ્યાઃ ઉત્તરપ્રદેશમાંથી એક પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યાની ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમીઓ પોતાની પ્રેમિકા સાથે શરીર માણ્યા બાદ તેની હત્યા કરી નાંખી અને બાદમાં તેને ખેતરમાં દાટી દીધી હતી. જો આ વાતનો ખુલાસો લગભગ ઘટનાના દસ મહિના બાદ જમીનમાં દટાયેલુ હાડપિંજર મળતા થયો છે. આ સનસનીખેજ ઘટનામાં સામે આવ્યુ છે કે, યુવતીએ લગ્ન માટે દબાણ કર્યુ તો તેના પરીણીત પ્રેમીએ જ તેની હત્યા કરી નાંખી હતી. સબુતો ના મળે તે હેતુથી બાદ તેને તેની લાશને ખેતરમાં ખોડો કરીને દાટી દીધી હતી. જોકે, યુવતી ગુમ થઇ હોવાની ફરિયાદ થતા પોલીસ તપાસમાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી.
આ હતો મામલો-
પટરંગા પોલીસ અને એસએસપી શૈલેશ પાંડેએ સોમવારે ઘટનાના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો, તેમને કહ્યું કે, પટરંગા બકોલી ગામમાં રહેનારી યુવતી નઝમા નવ મહિના પહેલા 15 ઓક્ટોબરે સંદિગ્ધ પરિસ્થિતિઓમાં ગુમ થઇ ગઇ હતી. ઘણીબધી શોધખોળ કર્યા બાદ તેની જાણ ન થતા બીજા દિવસે 16 ઓક્ટોબરે તેના પરિવારજનોએ યુવતી ગુમ થઇ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુમ થઇ હોવાનુ માનીને પોલીસ આની તપાસ કરી રહી હતી, સમય વિતતો ગયો તેમ યુવતીના પરિવારજનોને કંઇક ખોટુ થયુ હોવાની આશંકા થઇ, અને યુવતીના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ અધિકારી વિવેક સિંહને મળ્યા અને તેમને આખો ઘટનાક્રમની જાણકારી આપી, જોકે, તપાસ દરમિયાન શંકાના આધારે પોલીસે ગામના જ વેદપ્રકાશ વર્માને પકડી પાડ્યો.
દોસ્તો સાથે મળીને હત્યા કરી-
એસએસપીએ બતાવ્યુ કે વેદપ્રકાશનો યુવતી સાથે પ્રેમ અને શરીર સંબંધ હતો, યુવતી સતત વેદપ્રકાશ પર લગ્નનુ દબાણ કરી રહી હતી, વેદપ્રકાશ પહેલાથી જ પરણેલો હતો. આવામાં તેને યુવતીને રસ્તામાંથી હટાવવાનુ કાવતરુ રચ્યુ. તેને બહાનુ કાઢીને ટ્યૂબવેલ પર બોલાવી, અને બાદમાં શરીર સુખ માણીને તેને રસ્તાંમાં ગળુ કાપીને તેની હત્યા કરી નાંખી, અને પોતાના સાથી સીતારામની મદદથી તેને ખેતરમાં ખાડો ખોડી દાટી દીધી હતી. જોકે, પોલીસે આરોપીના નિવેદન પર ખેતરમાં ફરીથી ખોદકામ કરાવ્યુ અને યુવતીનો મૃતદેહ બહાર કઢાવ્યો હતો. મૃતદેહ હાડપિંજર બની ચૂક્યુ હતુ, પરંતુ કપડાથી યુવતીને પરિવારજનોએ ઓળખી કાઢી હતી. આ ઘટનાનો ખુલાસો 10 મહિના બાદ થયો. આ કાવતરાને અંજામ આપવાના ગુનામાં પોલીસે વેદપ્રકાશ અને સીતારમ બન્નેની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાનો ભેદ ઉકેલવા બદલ પટરંગા પોલીસને દસ હજાર રૂપિયાનુ ઇનામ પુરસ્કાર રૂપે આપવામાં આવ્યુ હતુ.