UP Election 2022: સમાજવાદી પાર્ટીએ એક સાથે 159 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, આ બેઠક પરથી લડશે અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીએ યુપી ચૂંટણી માટે 159 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે જ અખિલેશ યાદવની સીટ પણ ફાઈનલ થઈ ગઈ છે. અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે.
સમાજવાદી પાર્ટીએ યુપી ચૂંટણી માટે 159 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે જ અખિલેશ યાદવની સીટ પણ ફાઈનલ થઈ ગઈ છે. અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે.
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટ પરથી ચૂંટણી લડશે. આ સાથે સહારનપુરની બેહત સીટથી ઉમર અલી ખાન, નકુડથી ધરમ સિંહ સૈની, સહારનપુર નગરથી સંજય ગર્ગ, સહારનપુર દેહતથી આશુ મલિક, દેવબંદથી કાર્તિકેય રાણા, શામલીથી નાહીદ હસન, મુરાદાબાદથી કમલ અખ્તર અને અન્ય ઘણા દિગ્ગજ મેદાનમાં છે. સપાના સાંસદ આઝમ ખાનને રામપુર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય સપાએ સ્વાર વિધાનસભા બેઠક પરથી આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને ટિકિટ આપી છે.
તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવ કરહાલથી ચૂંટણી લડશે. આ વિધાનસભા બેઠક પર કુલ મતદારો 3 લાખ 71 હજારની નજીક છે. જેમાં 1 લાખ 44 હજાર યાદવ, 34 હજાર શાક્ય, 25 હજાર રાજપૂત, 33 હજાર જાટવ, 16 હજાર પાલ, 14 હજાર બ્રાહ્મણ, 14 હજાર મુસ્લિમ અને 10 હજાર લોધી મતદારો છે. અખિલેશ યાદવે કરહાલને પોતાની કર્મભૂમિ બનાવવાનો નિર્ણય લીધો છે.
ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન
- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન
- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન
- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન
- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન
- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન
- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન
- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન
- 10 માર્ચે પરિણામ
સમાજવાદી પાર્ટીએ યુપી ચૂંટણી માટે 159 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે જ અખિલેશ યાદવની સીટ પણ ફાઈનલ થઈ ગઈ છે. અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે.