UP Elections 2022: ચા-સમોસા બાદ હવે ચૂંટણીપંચે નક્કી કર્યો થાળીનો ખર્ચ, જાણો વિગત
રાજકીય પક્ષો દ્વારા કાર્યકર્તાઓ અને સમર્થકો માટે ભોજનની પ્લેટની વ્યવસ્થા માટે ચૂંટણી પંચે દર નક્કી કર્યો છે.
(શાહનવાઝ)
UP Elections 2022: વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તેમના કાર્યકરો અને સમર્થકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા હંમેશા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે. જેમાં પુરી, શાક, મીઠાઈ અને ચા, સમોસા ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવતો હતો, આનો સમગ્ર ખર્ચ ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવે છે. પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને તેમાં ફેરફાર કરવા અપીલ કરી હતી. ચૂંટણી પંચની મંજૂરી બાદ હવે તમામ રાજકીય પક્ષો કાર્યકરો અને સમર્થકો માટે શુદ્ધ ભોજનની થાળીની વ્યવસ્થા કરી શકશે.
ચૂંટણી પંચે ભોજનની થાળીના દર નક્કી કર્યા
તમામ રાજકીય પક્ષો દ્વારા કાર્યકર્તાઓ અને સમર્થકો માટે ભોજનની પ્લેટની વ્યવસ્થા માટે ચૂંટણી પંચે દર નક્કી કર્યો છે. જે બાદ હવે 225 રૂપિયાની આ થાળીમાં 4 રોટલી, એક દાળ, એક પનીરનું શાક, સૂકું શાક, રાયતા, ભાત, સલાડ અને એક મીઠાઈનો ટુકડો સામેલ કરવામાં આવ્યો છે. જોકે, આ ફેરફારનું સાચું કારણ કોરોના પીરિયડ માનવામાં આવે છે.
કોરોનાના પ્રભાવ હેઠળ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ઉમેદવારોના પ્રચાર માટે આવતા કાર્યકરો અને સમર્થકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી ખર્ચનો હિસાબ રાખતી ટીમ દ્વારા ભોજન પાછળના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ઉમેદવારો દ્વારા ચૂંટણી ખર્ચની યાદીમાં માત્ર પુરી, શાક, ચા અને સમોસાનો જ ખાવા-પીવાનો સમાવેશ થતો હતો. ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે ચૂંટણી ઉમેદવારો સાથે પરસેવો પાડતા તેમના કાર્યકરો અને સમર્થકો માટે રાહતના સમાચાર છે.
ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન
- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન
- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન
- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન
- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન
- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન
- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન
- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન
- 10 માર્ચે પરિણામ