UP Elections 2022: 'મારા પાપા નહીં પણ યોગી આદિત્યનાથે છોડવું પડશે લખનઉ', જાણો આ હુંકાર કરનારી યુવતી છે કોણ ?
UP Elections 2022: કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી મુનવ્વર રાણાની પુત્રી ઉરુશા રાણાએ કહ્યું કે મારા પિતા મુનવ્વર રાણા નહીં પણ યોગી આદિત્યનાથ લખનઉ છોડીને ગોરખપુર ભેગા થઈ જશે.
![UP Elections 2022: 'મારા પાપા નહીં પણ યોગી આદિત્યનાથે છોડવું પડશે લખનઉ', જાણો આ હુંકાર કરનારી યુવતી છે કોણ ? UP Elections 2022: Uroosa Rana said not my father but you aditynath leave lucknow UP Elections 2022: 'મારા પાપા નહીં પણ યોગી આદિત્યનાથે છોડવું પડશે લખનઉ', જાણો આ હુંકાર કરનારી યુવતી છે કોણ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/02/981d49954bb03f879cc543f047d5a374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UP Elections 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને થોડો સમય બાકી રહ્યો છે. આ દરમિયાન નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. જાણીતા શાયર મુનવ્વર રાણાએ કહ્યું હતું કે જો યોગી ફરી સીએમ બનશે તો તેઓ જનપદ છોડી દશે પરંતુ હવે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી મુનવ્વર રાણાની પુત્રી ઉરુશા રાણાએ કહ્યું કે મારા પિતા મુનવ્વર રાણા નહીં પણ યોગી આદિત્યનાથ લખનઉ છોડીને ગોરખપુર ભેગા થઈ જશે.
અખિલેશને લઈ શું કહ્યું ઉરુશા રાણાએ
ઉરુશા રાણાએ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને લઈ કહ્યું તેમણે મુસલમાનોને હંમેશા દગો આપ્યો છે. એટલું જ નહીં એનઆરસી પ્રોટેસ્ટ દરમિયાન જ્યારે તેની દીકરી ધરણામાં પહોંચી ત્યારે અખિલેશે કહ્યું તે રસ્તો ભટકી ગઈ છે. આના પરથી અખિલેશથી માનસિકતા સમજી શકાય છે. તે ક્યારેય મુસલમાનોનું હિત નથી ઈચ્છતો.
કોંગ્રેસ મુસ્લિમોના દરેક મુદ્દામાં સાથે ઉભી છે
ઉરુશા રાણાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોના દરેક મુદ્દામાં સાથે ઉભી છે. મહિલા સાથે ઉભી છે. આ વખતે કોંગ્રેસે મારા પર ભરોસો મુક્યો છે તો હું ચોક્કસ જીતીને આવીશે. મુનવ્વર રાણા માતા પિતા છે. તેમની સોચ હંમેશાથી અલગ અને ઘણી ઉંડી રહી છે. યોગીજી લખનઉ છોડીને ગોરખપુર જશે નહીં કે મારા પિતા.
ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન
- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન
- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન
- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન
- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન
- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન
- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન
- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન
- 10 માર્ચે પરિણામ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)