શોધખોળ કરો
Advertisement
લોકડાઉનઃ યોગી સરકાર 2224 મજૂરોને હરિયાણાથી પરત લાવી, ગામમાં 15 લાખને આપશે રોજગારી
મુખ્યમંત્રીના આદેશ પર ગામમાં 15 લાખથી વધુ રોજગારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
લખનઉઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે અન્ય રાજ્યોમાં ફસાયેલા પોતાના રાજ્યના મજૂરોને પાછા લાવવાનું કામ શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશના એડિશનલ મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ કહ્યું કે, હરિયાણાથી 82 બસો મારફતે 2224 લોકોને આજે રાજ્યમાં પાછા લાવવામાં આવ્યા છે. આ તમામ હાલમાં ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. બાદમાં તપાસ પૂર્ણ થયા બાદ તેઓને ઘરે મોકલવામાં આવશે. આ તમામ મજૂરોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના આદેશ પર ગામમાં 15 લાખથી વધુ રોજગારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યુ કે, તબલીગી જમાતના સંપર્કોની તપાસ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. હજુ સુધી રાજ્યમાં લોકડાઉનનો ભંગ કરવા પર 539 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને 242 લોકોની ધરપકડ કરાઇ છે. તેમણે કહ્યુ કે, તમામ નામિત નોડલ અધિકારી જિલામાં પહોંચી ગયા છે. અવનીશ અવસ્થીએ કહ્યું કે,આખા રાજ્યમાં 389 હોટસ્પોટ છે જેમાંથી 35 લાખ લોકો છે. જેમાં 1300થી વધુ કોરોના કેસ છે. રાજ્યમાં લાખો લીટર દૂરનું વિતરણનું કામ ચાલી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement