UPમાં પંચાયતની ચૂંટણીમાં યોગીના ગોરખપુરમાં ભાજપની કારમી હાર, જાણો કોણે ભાજપને પછાડીને મેળવી બહુમતી?
પંચાયતની ચૂંટણીમાં યોગીના (CM Yogi) ગોરખપુરમાં (Gorakhpur Panchayat Election) બીજેપીની કારમી હાર (BJP Loses) થઇ છે. આ હાર મોદી (PM Modi) અને યોગી (CM Yogi) બન્ને માટે શીખ લેવા માટે જરૂરી છે.
![UPમાં પંચાયતની ચૂંટણીમાં યોગીના ગોરખપુરમાં ભાજપની કારમી હાર, જાણો કોણે ભાજપને પછાડીને મેળવી બહુમતી? UP Panchayat Election Result 2021: BJP anthoer Loses in Gorakhpur Panchayat Election UPમાં પંચાયતની ચૂંટણીમાં યોગીના ગોરખપુરમાં ભાજપની કારમી હાર, જાણો કોણે ભાજપને પછાડીને મેળવી બહુમતી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/04/016df49ba12e31d5eafd94024d28be6c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ યુપીમાં પંચાયતના પરિણામો (UP Panchayat Election Result 2021) ખરેખરમાં બીજેપી (BJP) માટે આઘાતજનક રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્યમાં બીજેપીના દમદાર નેતાઓ જે ખાસ કરીને યુપી પર રાજકારણ કરી રહ્યાં છે, તેમને મોટો ઝટકો લાગ્યો છે. પંચાયતની ચૂંટણીમાં યોગીના (CM Yogi) ગોરખપુરમાં (Gorakhpur Panchayat Election) બીજેપીની કારમી હાર (BJP Loses) થઇ છે. આ હાર મોદી (PM Modi) અને યોગી (CM Yogi) બન્ને માટે શીખ લેવા માટે જરૂરી છે.
ગોરખપુરની ચૂંટણીના પરિણામો (Gorakhpur Panchayat Election 2021) બીજેપી માટે પરેશાનુ કારણ છે. યોગી આદિત્યનાથ (CM Yogi) માટે તો આ વ્યક્તિગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે. તે અહીંથી સતત પાંચ વાર લોકસભાના સાંસદ રહ્યાં છે. આ તેમની કર્મભૂમિ છે. પરંતુ તે ગોરખપુરમાં બીજેપી અને સમાજવાદી પાર્ટીનો મુકાબલો બરાબરી પર રહ્યો. બન્ને પાર્ટીઓને 19-19 બેઠકો મળી. બીએસપીના ભાગમાં 2 અને કોંગ્રેસને તો એક જ બેઠક મળી છે. અપક્ષ અને અન્યો 27 બેઠકો જીતવામાં સફળ રહ્યાં છે.
છેલ્લા કેટલીય ચૂંટણીઓમાં જીત ફક્ત બીજેપીને મળી રહી હતી, 2014ની લોકસભા ચૂંટણીમાં તો બીજેપી અને તેની સહયોગી પાર્ટીને 80 માંથી 73 બેઠકો મળી હતી. બીએસપીનુ ખાતુ પણ ન હતુ ખુલી શક્યું. સમાજવાદી પાર્ટીને 5 અને કોંગ્રેસને 2 બેઠકો મળી. પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ બધાના સૂપડાં સાફ કરી દીધા હતા. પછી લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ, માયાવતી અને ચૌધરી અજીત સિંહ મળીને પણ બીજેપીનો વિજયરથ ન હતા રોકી શક્યા. પરંતુ પહેલીવાર પંચાયત ચૂંટણીના બહાને અખિલેશ યાદવને હંસવાનો મોકો મળ્યો છે. છેવટે પંચાયત ચૂંટણીમાં બીજેપી સારુ કેમ ના કરી શકી? શું આનુ કનેક્શન કોરોના સાથે પણ છે? જો આમ હશે તો બીજેપી માટે આ શુભ સંકેત નથી, કેમકે બંગાળમાં છેવટે ચાર તબક્કામાં બીજેપી પહેલાથી કમજોર થઇ.... સત્તામાં હોવા છતાં બીજેપીના મોટા મોટા નેતાઓ અને યોગી સરકારના મંત્રીઓ અને સંબંધીઓ ચૂંટણીઓ હારી ગયા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)