ગૃહ મંત્રી અમિત શાહની આલોચના ભારે પડી! આ પાર્ટીએ તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવ્યા
કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએના ભાગીદાર રાષ્ટ્રીય લોક દળના નેતા અને કેન્દ્રીય મંત્રીએ તેમની પાર્ટીના નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે.
UP Politics: કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએના ભાગીદાર રાષ્ટ્રીય લોક દળના નેતા અને કેન્દ્રીય મંત્રીએ તેમની પાર્ટીના નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેમના તમામ પ્રવક્તાઓને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે.
રાષ્ટ્રીય મહાસચિવ ત્રિલોક ત્યાગી દ્વારા જારી કરાયેલા પત્રમાં આ નિર્ણયની માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી આરએલડી ચીફ જયંત ચૌધરીના આદેશ પર કરવામાં આવી છે. આરએલડીના મેરઠ યુનિટે તેના મીડિયા ગ્રુપમાં આ નિર્ણયની જાણકારી આપી હતી.
હાલમાં જ એક પ્રવક્તાએ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની ટીકા કરી હતી. આ પછી હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરએલડી નેતા ત્રિલોક ત્યાગી દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય લોકદળના તમામ રાષ્ટ્રીય પ્રવક્તા અને ઉત્તર પ્રદેશના તમામ પ્રવક્તાઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે.
Rashtriya Lok Dal (RLD) removes all its national and Uttar Pradesh spokespersons from their posts. pic.twitter.com/ziGIrHWHhO
— ANI (@ANI) December 23, 2024
હાલમાં જ આરએલડીના પ્રવક્તા કમલ ગૌતમે કહ્યું હતું કે ગૃહમંત્રીનું નિવેદન યોગ્ય નથી અને તેમણે માફી માંગવી જોઈએ. જે લોકો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને ભગવાન માને છે તેઓ તેમને ભગવાન માનતા રહેશે. તેમના માટે આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી.
ગૃહ મંત્રી અમિત શાહના ભાષણને લઈ વિરોધ
દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સંસદમાં બંધારણ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભાષણ કર્યું હતું તેની સામે કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બાબા સાહેબ આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફેશન થઈ ગઈ છે. અમિત શાહે કહ્યું, "હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર... જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત."
અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે. અમિત શાહના નિવેદનની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો.
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો