અમદાવાદ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરી PM મોદીએ સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યુ?
ઉત્તર પ્રદેશના હરદોઇમાં વડપ્રધાન મોદી ચૂંટણી રેલી સંબોધી હતી. આ સમયે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે તેમને એક મોટું નિવેદન આપ્યું હતું
લખનઉઃ ઉત્તર પ્રદેશના હરદોઇમાં વડપ્રધાન મોદી ચૂંટણી રેલીને સંબોધી રહ્યાં હતા. આ સમયે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે તેમને એક મોટું નિવેદન આપ્યું હતું ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઇને યૂપીના હરદોઇમાં આજે વડાપ્રધાન મોદીની રેલી હતી. રેલીને સંબોધતાં તેમણે સમાજવાદી પાર્ટી પર નિશાન સાંધતા એક મહત્વનું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ અમદાવાદ બ્લાસ્ટના ચુકાદાને આવકતા જણાવ્યું કે. આંતકીઓને સજા ફટકારાઇ છે પરંતુ કેટલીક રાજનૈતિક પાર્ટી આંતકીઓ પ્રત્યે પણ સહાનુભૂતિ ધરાવે છે. અમદાવાદ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ લોકોનું જે ચૂંટણી ચિહ્ન સાયકલ છે તેના પર અમદાવાદમાં બોમ્બ રાખવામાં આવ્યા હતા. ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. વડાપ્રધાને કહ્યું કે આ આતંકીઓ વિસ્ફોટમાં સાયકલનો ઉપયોગ કેમ કરતા હતા.
People of Hardoi, of UP have made preparations to play Holi twice. First Holi will be played with BJP's bumper victory on 10th March. But if you want to play Holi on 10th March, you will have to make arrangements at polling booths: PM Modi in Hardoi#UttarPradeshElections2022 pic.twitter.com/UONOS1QFAr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 10 માર્ચના રોજ ભાજપની ભવ્ય જીત સાથે પ્રથમ હોળી મનાવવામાં આવશે.પાંચ વર્ષ અગાઉ માફિયાઓએ ઉત્તર પ્રદેશની શું સ્થિતિ બનાવી રાખી હતી એ યાદ કરો. વ્યાપારીઓને વ્યાપાર કરતા રોકવામા આવતા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આતંકવાદ વધે છે તો તેનું સૌથી વધુ નુકસાન ગરીબ અને મધ્યમવર્ગના લોકોને થાય છે. આતંકી હુમલાઓમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમદાવાદમાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. હું એ દિવસને ક્યારેય નહી ભૂલું. એ દિવસે મે સંકલ્પ લીધો હતો કે મારી સરકાર આ આતંકવાદીઓને શોધીને સજા અપાવશે. થોડા દિવસ અગાઉ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના દોષિતોને કોર્ટે સજા સંભળાવી છે. કેટલાક આતંકવાદીઓને ફાંસીની સજા પણ આપવામાં આવી હતી .
આટલા વર્ષો સુધી હું ચૂપ રહ્યો કારણ કે અમદાવાદ બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલી રહી હતી. આજે જ્યારે કોર્ટે આતંકીઓને સજા આપી દીધી છે તો હું આ વિષયને દેશની સામે ઉઠાવી રહ્યો છે. હું આજે ગુજરાત પોલીસની પણ પ્રશંસા કરું છુ જેમના પ્રયાસોથી આચંકીઓના અનેક મોડ્યૂલ્સનો ખાત્મો થઇ ગયો હતો.