શોધખોળ કરો
Advertisement
ઉતરાખંડમાં બસ ખાણમાં પડતા 9 લોકોના મોત, 9 લોકો ગંભીર રીતે ઘાયલ
દેહરાદૂનઃ ઉતરાખંડની રાજધાની દેહરાદૂનના કાલસી ક્ષેત્રમાં યૂટિલિટી બસ ખાણમાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને વિકાસનગરના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાણકારી અનુસાર શનિવારે મોડી રાત્રે યૂટિલિટી બસ વિકાસનગરથી લેક્સિયાર જવા માટે નિકળી હતી. આ દરમિયાન ખુનના ગામ પાસે બસના ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતા ખાણમાં પડી ગઇ હતી. અકસ્માતનું કારણ ખરાબ હવામાનને માનવામાં આવે છે.
અકસ્માતમાં ઘાયલ બધા લોકોને વિકાસનગર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમુક લોકોની હાલત ગંભીર જણાવામાં આવી રહી છે. જેમને પ્રાથમિક ઉપચાર બાદ હાયર સેન્ટર દેહરાદૂન રેફર કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement