શોધખોળ કરો

Dog Bite: કૂતરું કરડે તો ઈન્જેક્શન લેતા પહેલા કરો આ કામ, હડકવા ફેલાવાનું નહીં રહે જોખમ

એવા પણ ઘણા કિસ્સાઓ  જોવા મળ્યા છે જ્યાં હડકવાના ઈન્જેક્શન લેવા છતાં લોકો હડકવાના કારણે દર્દનાક મૃત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં, તમારે તરત જ કેટલીક વસ્તુઓ કરવી જોઈએ જે હડકવાના જોખમને અટકાવી શકે છે.

Dog Bite Prevention: રાજ્યમાં ફરી એકવાર હડકાયાં શ્વાનનો આંતક સામે આવ્યો છે. મોડાસા શહેરમાં 10થી વધુને હડકાયાં શ્વાને બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનામાં જિલ્લાના મોડાસામાં ગરીબ નવાઝ અને સાબાલિયા સ્ટેટ સોસાયટીમાં હડકાયાં શ્વાને ગઇકાલે આતંક મચાવ્યો હતો. હડકાયાં શ્વાને 10થી વધુ લોકોને અચનાક બચકાં ભરી લીધા હતા, હડકાયાં શ્વાને મહિલાઓ અને બાળકો પર એટેક કરી દીધો હતો, હાલમાં આ તમામ 10 લોકોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે, દેશભરમાંથી દરરોજ આવા અનેક વીડિયો સામે આવે છે જેમાં કૂતરાઓ કોઈને કોઈને પોતાનો શિકાર બનાવે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ કૂતરાના કરડવાથી ભોગ બને છે. કૂતરા કરડ્યા પછી, લોકો ઘણીવાર વિચારે છે કે જો તેઓને હડકવાના ઈન્જેક્શન તરત જ મળે, તો તેઓ જોખમમાં રહેશે નહીં, જો કે, એવું નથી. એવા પણ ઘણા કિસ્સાઓ  જોવા મળ્યા છે જ્યાં હડકવાના ઈન્જેક્શન લેવા છતાં લોકો હડકવાના કારણે દર્દનાક મૃત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં, તમારે તરત જ કેટલીક વસ્તુઓ કરવી જોઈએ જે હડકવાના જોખમને અટકાવી શકે છે.

આ કામ તરત કરો

સૌ પ્રથમ, કૂતરાથી દૂર રહો અને જો કૂતરો કરડવા આવે તો ગભરાશો નહીં. જો તમે ડરવા લાગશો તો કૂતરો આક્રમક બનશે, આવી સ્થિતિમાં અવાજ કરો અને તેની સામે ઉભા રહો. તેને તમારા શરીરથી દૂર રાખવાનો પ્રયાસ કરો. જો કોઈક રીતે કોઈ કૂતરો તમને કરડે, તો તરત જ કોઈની પાસેથી પાણી લો અને ઘાને સારી રીતે ધોઈ લો. જો તમે ઘરની નજીક હોવ તો ઘરે જઈને સાબુથી ઘાને સારી રીતે ધોઈ લો. આ હડકવા ફેલાવવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ પછી તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ અને પોતાને હડકવા માટે ઈન્જેક્શન કરાવવું જોઈએ.

Dog Bite: કૂતરું કરડે તો ઈન્જેક્શન લેતા પહેલા કરો આ કામ, હડકવા ફેલાવાનું નહીં રહે જોખમ

આ વાતોનું પણ ધ્યાન રાખો

ધ્યાનમાં રાખો કે જો તમને અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યને કૂતરો કરડે તો 24 કલાકની અંદર હડકવાના ઈન્જેક્શન લો. જો શક્ય હોય તો જરા પણ રાહ ન જુઓ અને તરત જ હોસ્પિટલ જાવ અને આ કામ પહેલા કરો. આ પછી, સમયસર બીજું અને ત્રીજું ઇન્જેક્શન આપવું જરૂરી છે. કારણ કે એકવાર હડકવા શરીરમાં ફેલાઈ જાય પછી તેની સારવાર શક્ય નથી. હડકવા એક રોગ છે જે ઝડપી અને પીડાદાયક મૃત્યુનું કારણ બને છે.

ટોપ સ્ટોરી

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget