શોધખોળ કરો

Uttarakhand Election 2022: હરક સિંહ રાવતને મળ્યો હાથનો સાથ, કૉંગ્રેસમાં સામેલ થતા બોલ્યા- ભાજપે મને.... 

ઉત્તરાખંડના મોટા નેતા હરક સિંહ રાવત(Harak Singh Rawat)ને હાથનો સાથ મળી ગયો છે, તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.  ત્યારબાદ હરક સિંહ રાવત હરીશ રાવત(Harish Rawat)ને મળ્યા હતા.

Harak Singh Rawat Joins Congress: ઉત્તરાખંડના મોટા નેતા હરક સિંહ રાવત(Harak Singh Rawat)ને હાથનો સાથ મળી ગયો છે, તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.  ત્યારબાદ હરક સિંહ રાવત હરીશ રાવત(Harish Rawat)ને મળ્યા હતા. હરક સિંહ રાવત કોંગ્રેસના વોર રૂમ 15 જીઆરજી પહોંચ્યા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી, હરીશ રાવત, ગણેશ ગોડિયાલ, પ્રીતમ સિંહ, દેવેન્દ્ર યાદવ અને દીપિકા પાંડે સિંહ વોર રૂમમાં હાજર હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા હરક સિંહ રાવતે આ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. હરક સિંહ રાવતે આ દરમિયાન કહ્યું કે જ્યારે કોંગ્રેસ 10 માર્ચે પૂર્ણ બહુમત સાથે જીતશે ત્યારે તે મારી માફી હશે.  ભાજપે મને 'યુઝ એન્ડ થ્રો' સમજ્યો, હું ઘણી મુશ્કેલીમાં હતો. મેં વચન આપ્યું હતું તેમ મેં છેલ્લી ઘડી સુધી ગૃહમંત્રી અમિત શાહ સાથેની મિત્રતા તોડી નહોતી.

ઉત્તરાખંડ ભાજપ દ્વારા હરક સિંહ રાવતને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા. તેઓ કોટદ્વાર વિધાનસભાના ધારાસભ્ય છે. હરક સિંહ આ વખતે કોટદ્વાર વિધાનસભા સીટ બદલવા માટે પાર્ટી પર દબાણ કરી રહ્યા હતા. ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હરકસિંહ રાવત હાથ શોધી રહ્યા હતા. હરક સિંહ રાવતની એન્ટ્રી અંગે હરીશ રાવતે અગાઉ કહ્યું હતું કે હરક સિંહ રાવતે લોકશાહી વિરુદ્ધ કામ કર્યું છે, તેનું પ્રાયશ્ચિત કરે. હરક સિંહ રાવતનો પક્ષો સાથે સંબંધો બગાડવાનો લાંબો ઈતિહાસ છે. બીજેપીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હરક સિંહ રાવતે માત્ર અનેક પક્ષો બદલ્યા નથી, પરંતુ પોતાની પાર્ટી બનાવવાનો પ્રયોગ પણ કર્યો છે.

હરક સિંહ રાવતની રાજકીય સફર

હરક સિંહ રાવતનો પક્ષપલટોનો લાંબો ઈતિહાસ છે અને તેમણે ઘણી પાર્ટીઓ બદલવાની સાથે પોતાની પાર્ટી બનાવવાનો પ્રયાસ કર્યો છે. હરકસિંહની રાજકીય સફર પર નજર કરીએ તો તેઓ ભાજપની ટિકિટ પર પહેલી ચૂંટણી લડ્યા હતા. હરક સિંહ રાવત 1996માં બસપામાં જોડાયા હતા. માયાવતીના ખૂબ જ નજીકના ગણાતા હરક સિંહ 1998માં કોંગ્રેસમાં જોડાયા હતા અને જ્યારે ઉત્તરાખંડ રાજ્યની રચના થઈ ત્યારે કોંગ્રેસ સરકારમાં તેઓ મંત્રી હતા. વર્ષ 2007માં તેઓ કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા હતા. 2016માં કોંગ્રેસ સામે બળવો કરીને ભાજપમાં ગયા. 1991 થી અત્યાર સુધી, યુપી પહેલા ઉત્તરાખંડ વિધાનસભાના સભ્ય રહ્યા છે. તેઓ કોંગ્રેસના ત્રણ અને ભાજપના ત્રણ સીએમની કેબિનેટમાં સામેલ થયા છે. ફરી એકવાર તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget