ઉત્તરાખંડમાં આ 30 કરોડના બંગલામાં રહેનારા CM નથી ટકતા, રાવત બન્યા ચોથા મુખ્યમંત્રી, જાણો શું છે વાસ્તુદોષ ?
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહે રાજીનામુ આવતા એકવાર ફરી ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો બંગલાનો વાસ્તુદોષ ચર્ચાામાં છે. એવી મિથક ફેલાઇ છે કે, આ બંગલાના વાસ્તુદોષના કારણે કોઇુપણ મુખ્યમંત્રી તેનો કાર્યકાળ પૂરો નથી કરી શકતા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહે રાજીનામુ આવતા એકવાર ફરી ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો બંગલાનો વાસ્તુદોષ ચર્ચાામાં છે. એવી મિથક ફેલાઇ છે કે, આ બંગલાના વાસ્તુદોષના કારણે કોઇુપણ મુખ્યમંત્રી તેનો કાર્યકાળ પૂરો નથી કરી શકતા.
આ સીએમ બંગલાનું નિર્માણ નારાયણદત્ત સ્વામીના કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું. ત્યારબાદ ખંડૂડી સૌ પ્રથમ આ આવાસમાં રહ્યાં પરંતુ થોડા સમય બાદ તેને પદથી હટાવવામાં આવ્યા. રમેશ પોખરિયાલ નિશંક પણ સીએમ બન્યા બાદ આ બંગલામાં રહેવા માટે આવ્યાં પરંતુ તે પણ કાર્યકાળ પૂરો ન કરી શક્યા. ભુવન ચંદ્ર ખંડૂડી જ્યારે બીજી વખત સીએમ બન્યા તો માત્ર 6 મહિના સીએમ પદ પર રહ્યાં અને ત્યારબાદ ચૂંટણી હારી ગયા હતા.
ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર આવી અને વિજય બહગુણા મુખ્યમંત્રી બન્યા. તેઓ પણ માત્ર એક વર્ષ અને 11 મહિના જ આ પદ પર રહી શક્યા. કેદારનાથ આપદા બાદ પાર્ટીએ તેમને મુંખ્યમંત્રીના પદથી હટાવી દીધા. જો કે તે મુખ્યમંત્રી આવાસમાં સૌથી વધુ સમય રહેનાર મુખ્યમંત્રી બન્યા.
ત્યારબાદ હરીશ રાવત તેમની મુખ્યમંત્રીની ખુરશી સલામત રાખવા માટે સીએમના બંગલામાં શિફ્ટ ન થયા અને તેમનો કાર્યકાળ બીજાપુર ગેસ્ટહાઉસમાં જ પસાર કર્યો. જો કે તેઓ 2017માં તેની તકદીરને ન બદલી શક્યા. 2017 બાદ મુખ્યમંત્રીના બંગલાના વાસ્તુદોષની બધી જ અફવા અને શંકાને મનમાંથી કાઢીને ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી બન્યા બાદ આ બંગલામાં શિફ્ટ થયાં પરંતુ તેઓ પણ તેમનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા.