શોધખોળ કરો

Uttarkashi Tunnel Rescue: જિંદગીનો જંગ જીત્યા, 17 દિવસ બાદ ટનલમાં ફસાયેલા મજૂરો આવ્યા બહાર, જુઓ પ્રથમ તસવીર 

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.  સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોમાં વિજય હોરીને સૌથી પહેલા બચાવી લેવામાં આવ્યો હતો.

Uttarkashi Tunnel Rescue:  ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.  સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોમાં વિજય હોરીને સૌથી પહેલા બચાવી લેવામાં આવ્યો હતો. આ પછી ગણપતિ હોરીને બહાર કાઢવામાં આવ્યા હતા. રેટ માઈનિંગ કામદારો માટે દેવદૂત બનીને આવ્યા હતા. 

રેટ માઈનિંગ શું છે

રેટ માઈનિંગ તેના નામ પ્રમાણે તેનો અર્થ થાય છે 'ઉંદરોની જેમ ખોદવું'. જ્યાં ઓછી જગ્યા કે સાંકડી જગ્યા હોય, જ્યાં મોટી મશીનો અથવા ડ્રિલિંગનો વિકલ્પ કામ ન કરી શકે ત્યાં રેટ માઈનિંગ કરનારાઓ કામ કરે છે. આમાં, રેટ માઈનિંગ કરનારાઓની ટીમ હાથ દ્વારા ખોદકામ કરે છે. આ લોકો નાની જગ્યામાં પોતાના હાથ વડે ધીમે ધીમે ખોદકામ કરે છે. તેથી જ તેને 'રેટ માઈનિંગ' કહેવામાં આવે છે.

9 વર્ષ પહેલા આ  પ્રક્રિયા પ્રતિબંધિત છે

16 દિવસ સુધી તમામ નિષ્ણાતો અને હાઇટેક મશીનો કાટમાળ હટાવવામાં લાગેલા હતા. ડ્રિલિંગ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ વિકલ્પો અપૂરતા સાબિત થઈ રહ્યા હતા. સોમવારે રાત્રે 9 વર્ષ પહેલા પ્રતિબંધિત રેડ માઈનિંગ કરનારાઓને બચાવ કામગીરી સોંપવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે, હજુ પણ જુદા જુદા ભાગોમાં રેટ હોલ માઇનિંગ કરવામાં આવે છે.  

એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

મજૂરો ટનલમાંથી બહાર આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.બુધવારથી જ અહીં 41 એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી.સુરંગમાંથી બહાર આવતાની સાથે જ પ્રાથમિક તપાસ માટે સુરંગની બહાર કામચલાઉ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કામદારોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.  આ સાથે અહીં એક હેલિકોપ્ટર પણ તૈનાત છે. જેથી કરીને જો કોઈને જરૂર હોય તો તેને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં લઈ જઈ શકાય.

કામદારોની સંભાળ માટે, ચિન્યાલીસૌરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 41 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આ કામદારોને લઈ જવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરી પર સમગ્ર દેશ અને દુનિયાની નજર હતી. પીએમ મોદી પોતે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પાસેથી સતત અપડેટ લઈ રહ્યા હતા.

અગિયાર દિવસ પછી કામદારો બહાર આવ્યા

તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરે દિવાળીના દિવસે ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં અચાનક પાણી ધસી પડ્યું હતું, જેમાં 41 મજૂરો ટનલમાં જ ફસાઈ ગયા હતા. છેલ્લા અગિયાર દિવસથી આ મજૂરોને બચાવવા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી સતત ચાલી રહી હતી. ઘણી વખત આમાં કેટલીક અડચણો આવી, જેના કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો, પરંતુ આ તમામ અવરોધો દૂર થઈ ગયા અને આખરે આજે વહીવટીતંત્રને તેમાં સફળતા મળી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget