Uttarkashi Tunnel Rescue: સનસની ફેલાવાથી બચો, રિપોર્ટિંગમાં રાખો સંવેદનશીલતા, TV ચેનલો માટે સરકારે જાહેર કરી એડવાઇઝરી
મંત્રાલયે ટીવી ચેનલોને આ બાબતે રિપોર્ટિંગ કરતી વખતે સાવચેત અને સંવેદનશીલ રહેવાની સલાહ આપી છે.
Center Issues Advisory on Uttarkashi Tunnel Rescue: માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા 41 કામદારોના બચાવ અભિયાનના પ્રસારણ અંગે ટીવી ચેનલોને એડવાઈઝરી જારી કરી છે. MIB દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં ટીવી ચેનલોને રેસ્ક્યુ ઓપરેશનને સનસનાટીભર્યા ન બનાવવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે રેસ્ક્યુ ઓપરેશનની કોઈ લાઈવ પોસ્ટ કે વીડિયો ન બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.
મંત્રાલયે ટીવી ચેનલોને આ બાબતે રિપોર્ટિંગ કરતી વખતે સાવચેત અને સંવેદનશીલ રહેવાની સલાહ આપી છે, હેડલાઇન્સ, વીડિયો અને ફોટોગ્રાફ્સ મૂકતી વખતે અને ઓપરેશનની સંવેદનશીલ પ્રકૃતિ, પરિવારના સભ્યોની માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવાની સલાહ આપી છે.
અભિયાન પર પડી શકે છે પ્રતિકૂળ અસર
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર સતત સંપર્કમાં છે અને 2 કિલોમીટર લાંબી ટનલ સેક્શનમાં ફસાયેલા કામદારોના મનોબળને જાળવી રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. વિવિધ સરકારી એજન્સીઓ 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે અથાક મહેનત કરી રહી છે. ટનલની આસપાસ ચાલી રહેલી કામગીરી અત્યંત સંવેદનશીલ પ્રકૃતિની છે, જેમાં ઘણા લોકોના જીવ બચાવવાનો સમાવેશ થાય છે. ટીવી ચેનલો દ્વારા ઓપરેશનને લગતા વrડિયો ફૂટેજ અને અન્ય ફોટોગ્રાફ્સનું પ્રસારણ ખાસ કરીને રેસ્ક્યુ ઓપરેશન સ્થળની નજીક કેમેરા અને અન્ય સાધનો મૂકીને ચાલુ કામગીરી પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે.
ટનલમાં ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત
સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 10 દિવસથી ફસાયેલા 41 મજૂરો સુરક્ષિત છે. આ સમાચારથી તેમના પરિવારોને મોટી રાહત મળી છે, તેઓ કહે છે કે હવે તેમની આશા જાગી છે. ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના તમામ પ્રયાસો ચાલુ છે. બચાવકર્મીઓએ તમામ કામદારોને બચાવવા માટે ટનલની અંદર પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વિદેશના ટનલ નિષ્ણાતો સહિત વિવિધ એજન્સીઓને યુદ્ધના ધોરણે તૈનાત કરવામાં આવી છે.
Do not sensationalise Uttarkashi incident, Centre advises TV channels
— ANI Digital (@ani_digital) November 21, 2023
Read @ANI Story | https://t.co/uRuVVSn58l#UttarakhandTunnelCollapse #TVChannel #Advisory pic.twitter.com/YmQlY7XP59