શોધખોળ કરો
ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજ કોરોના પોઝિટિવ, CM સહિત કેબિનેટ ક્વોરન્ટાઈન
સતપાલ મહારાજના પત્ની અને પૂર્વ મંત્રી અમૃતા રાવતનો શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સતપાલ મહારાજના રિપોર્ટ લેવામાં આવ્યો હતો.

દેહરાદુનઃ ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ અને તેમના પરિવાર સહિત 17 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ આવ્યાના એક દિવસ પહેલા સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં સામેલ થયા હતા. જેના કારણે મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવચ સહિત કેબિનેટને હોમ કોરન્ટાઈન કરી દેવામાં આવી છે.
સતપાલ મહારાજના પત્ની અને પૂર્વ મંત્રી અમૃતા રાવતનો શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સતપાલ મહારાજના રિપોર્ટ લેવામાં આવ્યો હતો. જેમાં સતપાલ મહારાજ, તેમનો પુત્ર, પૌત્ર અને વહુઓ સહિત મહારાજના ઘરમાં કામ કરતાં આશરે 17 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટના એક દિવસ પહેલા સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં પણ સામેલ થયા હતા.
કેબિનેટ મીટિંગમાં સામેલ થયા બાદ નેતાઓને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. અમૃતા રાવતને ઋષિકેશ સ્થિત એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પીઆરઓના કહેવા મુજબ રાવતને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અમૃતા રાવત કોંગ્રેસની હરીશ રાવત સરકારમાં મંત્રી રહ્યા ચુક્યા છે.Uttarakhand Minister who had tested positive for #COVID19 is admitted to AIIMS Rishikesh, along with his five family members. His wife was already admitted in the morning: Harish Thapliyal, PRO, AIIMS- Rishikesh
— ANI (@ANI) May 31, 2020
ઉત્તરાખંડમાં કોરોના પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 749 પર પહોંચી છે. રવિવારે 33 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.Uttarakhand CM Trivendra Singh Rawat along with all other Ministers who attended the Cabinet meeting on May 29 has been placed under home quarantine after a Cabinet Minister who was present at the meeting tested positive for #COVID19: Uttarakhand Minister Madan Kaushik
— ANI (@ANI) May 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
