Rahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં
Rahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં
ગુજરાતમાં આજે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવવાના છે. પીએમ મોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જ્યારે રાહુલ ગાંધીનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. પીએમ મોદી આજે બપોરે આવવાના છે જ્યારે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર 10.30 વાગ્યાની આસપાસ આવી ગયા છે. રાહુલ ગાંધીના આગમન પહેલા અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.





















