Watch: આવી હશે શાનદાર વંદે ભારત સ્લીપર ટ્રેન, પહેલો લૂક વાયરલ, એરોપ્લેન જેવી લક્ઝરી
સોશિયલ મીડિયા પર વંદે ભારત ટ્રેનના ઇન્ટીરિયરનો એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઇને યુઝર્સ તેની પ્રશંસા કરતા થાકતા નથી. પરંતુ ભારતમાં તેની સુંદરતાને સ્વસ્છતા સાથે જાળવી ખરેખર પડકાર હશે

vande bharat sleeper look:સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થયો છે. જેને જોઇએને ભારતીય ગર્વ અનુભવી રહ્યાં છે. તેમાં ભારતની નવી અને વૈભવી ટ્રેન, વંદે ભારત સ્લીપર બતાવવામાં આવી છે. આ ટ્રેન એટલી સુંદર અને આરામદાયક લાગે છે કે લોકો તેને "મૂવિંગ હોટલ" કહેવા લાગ્યા છે. સફેદ અને વાદળી રંગથી શણગારેલી, ટ્રેનનું ઇન્ટિરિયર કોઈ ફાઇવ સ્ટાર હોટલ કે વિમાનથી કમ નથી લાગતું. લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક એવી પણ ટિપ્પણી કરી રહ્યા છે કે ભારત જેવા દેશમાં સુંદર ટ્રેનને સ્વસ્છતા સાથે મેઇન્ટેઇન કરવી મુશ્કેલ હશે. તેમ છતાં, મોટાભાગના લોકો ટ્રેનના આગમનથી ખુશ છે અને તેમાં મુસાફરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
એક વીડિયોમાં વંદે ભારત સ્લીપરનો અદ્ભુત નજારો જોવા મળે છે.
તાજેતરમાં, પ્રોટોટાઇપ વંદે ભારત સ્લીપર ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રેનની ડિઝાઇન અને ઇન્ટિરિયર જોઈને બધા દંગ રહી ગયા હતા, ઘણા લોકોએ ટિપ્પણી કરી હતી કે તે અત્યાર સુધીની સૌથી વૈભવી ભારતીય ટ્રેન છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ' ‘Chennaitys’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને તેને 2.3 લાખથી વધુ વખત જોવાઇ ચૂક્યો છે.
View this post on Instagram
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, વંદે ભારત સ્લીપર ટ્રેનનો આંતરિક ભાગ આધુનિક અને આરામદાયક છે. દરેક કેબિનમાં સ્વચ્છ બેઠકો, સોફટ લાઇટિંગ અને એરલાઇન જેની બર્થ છે. આ ટ્રેન લાંબી મુસાફરી સંપૂર્ણ રીતે આરામદાયક રહે તે રીતનું બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેન ખાસ કરીને રાત્રિની મુસાફરી માટે બનાવવામાં આવી છે, જે મુસાફરોને આરામથી સૂવા અને સવારે તેમના ગંતવ્ય સ્થાને તાજગી સાથે પહોંચાડવામાં મદદ કરશે.
આ છે ટ્રેનની વિશેષતા
દાવા મુજબ, આ ટ્રેન BEML દ્વારા ICF (Integral Coach Factory) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જેને કિનેટ રેલ્વે સોલ્યુશન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.આ ટ્રેન ભારતનું પ્રથમ વંદે ભારત સ્લીપર વર્ઝન છે, જે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. તેમાં 16 કોચ હશે, જેમાં 11 AC 3-ટાયર, 4 AC 2-ટાયર અને 1 AC ફર્સ્ટ ક્લાસનો સમાવેશ થાય છે. હવે, વીડિયો વાયરલ થયા પછી, યુઝર્સ તેની આ ટ્રેનની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
યુઝર્સે પ્રતિક્રિયા આપી: સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ તેને લાખો લોકોએ જોયો અને ઘણા લોકોએ તેને પસંદ પણ કર્યો. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "જો ટ્રેનની ટિકિટ મોંઘી હોય, તો બધા આવીને ટ્રેનને ગંદી નહીં કરે." બીજા યુઝરે લખ્યું, "જેઓ ટ્રેનને ગંદી કરે છે તેમને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવો જોઈએ." બીજા યુઝરે લખ્યું, "પહેલા જનરલ કોચની હાલત સુધારો."





















