શોધખોળ કરો
Advertisement
VHPનો ગૌરક્ષકોને આદેશ- પશુ તસ્કરોને મારો પરંતુ તેના હાડકા ન તોડો
મેરઠઃ વિશ્વ હિન્દુ પરિષદ પોતાના યુવા ગૌરક્ષકોને પશુ તસ્કરો સાથે શું તે શીખવાડી રહી છે. આ મામલે યુપીના બ્રજ ક્ષેત્ર અને ઉત્તરાખંડના ટોચના ગૌરક્ષકોની બેઠક થઈ. તેમાં યુવાઓને કહેવામાં આવ્યું કે, પશુ તસ્કરોને મારો પરંતુ તેના હાડકા ન તોડો.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલ સમાચાર અનુસાર, ગૌરક્ષક વિભાગની કેન્દ્રીય સમિતિના સભ્ય ખેમચંદે વીએચપી કાર્યકર્તાઓને ગૌરક્ષા માટે કામ કરતા સ્વયંસેવકોની યાદી બનાવવાની પણ અપીલ કરી છે જે વીએચપી સાથે જોડાયેલ નથી. આ દરમિયાન ખેમચંદે પીએમ મોદીની મેક ઇન ઇન્ડિયા અભિયાન પર કટાક્ષ કરતાં કહ્યું કે, દેશની રક્ષા ગૌરક્ષાથી જ થશે નહીં કે મેક ઇન્ડિયાથી.
ભારત ગાયને કારણે સુરક્ષિત રહેશે, ન કે મેક ઇન્ડિયાથી
તેમણે કહ્યું કે, પહેલા ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવતું હતું. શું તમને લાગે છે કે તેનું કારણે મેક ઇન ઇન્ડિયાથી હતું? ત્યારે કોઈ ઉદ્યોગ ન હતો. ભારત ગાયને કારણે જ સુરક્ષિત રહેશે, ન કે મેક ઇન્ડિયાને કારણે.
ખેમચંદને એ પણ કહ્યું કે, હું પીએમ મોદીની મોટાભાગની વાતથી સહમત નથી, પરંતુ એ જરૂર માનું છું કે આપણે કાયદો હાથમાં લેવો ન જોઈએ. ખેમચંદે કાર્યકર્તાઓને કહ્યું કે, જો તમને કોઈના હાડકા ભાંગ્યાતો કાયદાકીય રીતે મુશ્કેલી ઉભી થઈ શકે છે. કેટલાક લોકો પશુ તસ્કરોને મારાત વીડિયો બનાવીને રૂઆબ બતાવતા હોય છે. તેમણે આવું કંઈ કરવાની જરૂર નથી.
ગૌહત્યા કરનારની ખુદ કરીશ હત્યા, ભલે ગમે તે થાય
પીએમ મોદીના ગૌરક્ષકો પર આપવામાં આવેલ નિવેદન બાદ અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ પણ તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે. હિન્દુ મહાસભાનું કહેવું છે કે, ગૌરક્ષામાં મોટાભાગના બજરંગ દળ, વીએચપી અને બીજેપી સાથે જોડાયેલ લોકો જ છે. પીએમ મોદીએ ગૌરક્ષકા પર નિવેદન આપીને આ તમામ પર પ્રશ્નચિન્હ લગાવ્યું છે. પ્રધાનમંત્રીના આવા જ નિવેદનને કારણે હિન્દુ મહા સભાએ મોદીની બુદ્ધિ શુદ્ધિ માટે હવન યજ્ઞ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement