શોધખોળ કરો

Jagdeep Dhankhar News: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામુ મંજૂર,નવા Vice Presidentની ચૂંટણીની પ્રક્રિયા શરૂ

Jagdeep Dhankhar News: સોમવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું છે. તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2027 સુધીનો હતો.

Jagdeep Dhankhar News: સોમવારે (21 જુલાઇ  2025) દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાને હવે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ટૂંક સમયમાં આ સંદર્ભમાં ગેઝેટ સૂચના બહાર પાડવામાં આવશે.

ધનખડે સોમવારે મોડી સાંજે સ્વાસ્થ્યના કારણો દર્શાવીને રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું હતું કે, તેઓ તબીબી સલાહ અને તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને તાત્કાલિક અસરથી ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. તેમના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેમનો કાર્યકાળ ઓગસ્ટ  2027 સુધીનો હતો.

નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂકની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે

રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યા પછી, બંધારણીય પ્રક્રિયા મુજબ રાજ્યસભાના અધ્યક્ષનું પદ ખાલી પડી ગયું છે અને નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સંબંધિત વિભાગ ટૂંક સમયમાં એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડશે, જે રાજીનામાની સ્વીકૃતિ અંગે સત્તાવાર રીતે જાણ કરશે. ભારતના ઇતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે કોઈ ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળ પૂર્ણ થયા પહેલા પદ છોડી રહ્યા છે. અગાઉ, વી.વી. ગિરી અને કૃષ્ણકાંત તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા.

કાર્યકાળ 2027 સુધી હતો

ધનખરનો કાર્યકાળ ઓગસ્ટ 2027 સુધી હતો, એટલે કે તેમની પાસે હજુ બે વર્ષથી વધુ સમય બાકી હતો. આવી સ્થિતિમાં, અચાનક રાજીનામાથી ઘણી અટકળોને જન્મ આપ્યો. તેમણે રાજીનામામાં સ્વાસ્થ્ય કારણોનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળનો આભાર માન્યો.                                                           

NDA સરકારે તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા

PM મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારે વર્ષ 2022 માં જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. 6 ઓગસ્ટના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેમણે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને મોટા માર્જિનથી હરાવ્યા હતા. ધનખડને કુલ 528 મત મળ્યા હતા, જ્યારે આલ્વાને માત્ર 182 મત મળ્યા હતા. આ પછી, 10 ઓગસ્ટ, 2022 ના રોજ, તેમણે ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

Embed widget