પત્રકાર પરિષદમાં રડવા લાગ્યા આંધ્ર પ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબૂ નાયડુ, બોલ્યા-વિધાનસભામાં પગ નહી મૂકીશ, જ્યાં સુધી....
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી ચીફ ચંદ્રબાબૂ નાયડુ અમરાવતીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ભાવુક થયા અને રડવા લાગ્યા હતા.
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી ચીફ ચંદ્રબાબૂ નાયડુ અમરાવતીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ભાવુક થયા અને રડવા લાગ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ચંદ્રબાબૂ નાયડુ વ્યક્તિગત ટીપ્પણીઓથી પરેશાન હતા. ટીડીપીએ એક નિવેદનમાં કહ્યું, તેમણે વિધાનસભાની તુલના કૌરવ સભા સાથે કરી અને વાઈએસઆરસીપીના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા ચરિત્ર હનનના વિરોધમાં 2024 સુધી તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ચંદ્રબાબૂ નાયડુએ પ્રતિજ્ઞા લેતા કહ્યું જ્યાં સુધી સત્તામાં પરત નહી ફરે ત્યાં સુધી વિધાનસભામાં પગ નહી મૂકે.
#WATCH | Former Andhra Pradesh CM & TDP chief Chandrababu Naidu breaks down at PC in Amaravati
— ANI (@ANI) November 19, 2021
He likened the Assembly to 'Kaurava Sabha' & decided to boycott it till 2024 in protest against 'ugly character assassinations' by YSRCP ministers & MLAs, says TDP in a statement pic.twitter.com/CKmuuG1lwy
ચંદ્રાબાબુ નાયડુએ શપથ લીધા કે જ્યાં સુધી હું સત્તામાં પાછો નહીં ફરું ત્યાં સુધી હું વિધાનસભામાં પગ નહીં મૂકું. જ્યારે સ્પીકર તમમિનેની સીતારામે તેમનો માઈક સંપર્ક કાપી નાખ્યો ત્યારે પણ નાયડુએ ગૃહમાં બોલવાનું ચાલુ રાખ્યું હતું. 2019 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, તેલુગુ દેશમ પાર્ટીને YSR કોંગ્રેસના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાવુક થયેલા નેતા વિપક્ષએ ગૃહમાં જણાવ્યું હતું કે શાસક વાયએસઆર કોંગ્રેસના સભ્યો દ્વારા તેમની સામે સતત અપમાનજનક ઉપયોગ કરવામાં આવતાં તેઓ દુઃખી થયા છે. નાયડુએ કહ્યું, "છેલ્લા અઢી વર્ષથી હું અપમાન સહન કરી રહ્યો છું પરંતુ શાંત રહ્યો. આજે તેઓએ મારી પત્નીને પણ નિશાન બનાવ્યું છે. હું હંમેશા સન્માન સાથે જીવ્યો છું. હવે હું તેને સહન કરી શકું તેમ નથી."
જ્યારે સ્પીકર તમમિનેની સીતારામે તેમનો માઈક સંપર્ક કાપી નાખ્યો ત્યારે પણ નાયડુ બોલવાનું ચાલુ રાખ્યું હતું. શાસક પક્ષના સભ્યોએ નાયડુની ટિપ્પણીને "નાટક" ગણાવી હતી. કૃષિ ક્ષેત્ર પર ચર્ચા દરમિયાન, ગૃહમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ બાદ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને નિરાશા વ્યક્ત કરી હતી. બાદમાં, તેમની કેબિનમાં તેમની પાર્ટીના ધારાસભ્યો સાથે અચાનક મુલાકાત થઈ, જ્યાં તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. ચોંકી ઉઠેલા ટીડીપીના ધારાસભ્યોએ નાયડુને સાંત્વના આપી અને પછી તેઓ બધા ગૃહમાં પાછા ફર્યા. નાયડુએ પછી તેમના નિર્ણયની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ "જ્યાં સુધી સત્તા પર પાછા નહીં આવે ત્યાં સુધી" વિધાનસભામાં પ્રવેશ કરશે નહીં.