શોધખોળ કરો
લાલ કિલ્લા કેસનો આરોપી દીપ સિધ્ધુ ઝડપાયો, દિલ્લીથી ભાગીને ક્યાં જતો રહેલો ? ક્યાંથી પકડાયો એ મુદ્દે પોલીસનું મૌન
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 76મો દિવસ છે. દિલ્લી પોલીસે આજે 26 જાન્યુઆરીએ દિલ્લીમાં થયેલી હિંસાના માસ્ટર માઇન્ડ દીપ સિદ્ધૂની ધરપકડ કરી લીધી છે. દિલ્લી પોલીસ સ્પેશિયલ સેલે દીપ સિદ્ધુની ધરપકડ કરી છે. દિલ્લી પોલીસે તેમના પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. દીપ સિદ્ધૂ 15 દિવસથી હતો ફરાર

નવી દિલ્લી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 76મો દિવસ છે. દિલ્લી પોલીસે આજે 26 જાન્યુઆરીએ દિલ્લીમાં થયેલી હિંસાના માસ્ટર માઇન્ડ દીપ સિદ્ધૂની ધરપકડ કરી છે.3 ફેબુઆરીએ દિલ્લી પોલીસે દિલ્લી હિંસાના માસ્ટર માઇન્ડને પકડવા માટે 1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. દિલ્લી પોલીસે દીપ સિદ્ધૂ સહિત જુગરાત સિંહ, સહિત ચાર લોકો પર એક લાખનું ઇનામ જાહેર કર્યુ છે. આ લોકો પર લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડા ફરકાવવાનો અને હિંસા માટે લોકોને ઉશ્કેરવાનો આરોપ છે.
દીપ સિદ્ધૂની દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. 26 જાન્યુઆરી બાદ દીપ સિદ્ધૂ ફરાર હતો. જો કે હજું પણ પૂર્વ ગેગસ્ટર, લક્ખના સિધાના અને લાલ કિલાપર ઝંડો ફરકાવનાર જુગરાજ ફરાર છે. દિલ્લી પોલીસે હિંસા ફેલાવનાર 50 લોકોની તસવીર જાહેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
