શોધખોળ કરો
પશ્ચિમ બંગાળમાં હિંસા યથાવત, ભાટપારા બેઠક પર મતદાન પહેલા ફાયરિંગ અને આગચંપી
કોલકતામાં ભાટપારા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીના મતદાન પહેલા હિંસા થઈ છે. અહીં ફાયરિંગ એક કારમાં આગ ચાંપી દેવામાં આવી છે.

કોલકતા: પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના લગભગ તમામ તબક્કામાં હિંસાને લઈને ખબરો આવતી રહી છે. ત્યારે ફરી એકવાર ભાટપારા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી પહેલા હિંસા થઈ છે. અહીં ફાયરિંગ, બોમ્બમારા બાદ એક કારમાં આગ ચાપી દેવામાં આવી છે. જ્યાં એક બાજુ ટીએમસીએ હિંસા માટે બેરકપુરથી ભાજપના લોકસભા ઉમેદવાર અર્જૂન સિંહ અને ભાજપને જવાબદાર ઠેરવ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ હિંસા ભડકાવવા પર ટીએમસી અને બંગાળની પોલીસને જવાબદાર ગણાવી છે. કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે, પોલીસના સ્ટિકર લગાવેલી ગાડીઓ આવી હતી. અને તેઓએ ત્યાં ગોળી ચલાવી, બોમ્બ ફેક્યાં, લોકોને ડરાવ્યા અને અમારા બૂથ એજન્ટ ગણેશ સિંહ પર હુમલો કર્યો. જ્યારે લોકોએ જોયું કે પોલીસની ગાડીથી ડરાવી રહ્યાં છે ત્યારે લોકોએ પણ હુમલો કરી દીધો. ત્યાં પોલીસ અને ગુંડાઓ મળીને લોકોને ડરાવી ધમકાવી રહ્યાં છે. હૈદરબાદ નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત, ગુજરાત કોંગ્રેસેના MLAની પૌત્રીનું મોત PM મોદી અને અમિત શાહ ક્લિન ચીટ મામલે ચૂંટણી પંચમાં મતભેદ, જાણો વિગતો કેદારનાથઃ ગુફામાં ધ્યાનમાં બેઠા PM મોદી, જુઓ વીડિયો
વધુ વાંચો




















