શોધખોળ કરો
Work from home કરી રહેલી યુવતીને કંપનીનું તેડું, કહ્યું, ‘અબ ન હો પાયેગા’જુઓ વીડિયો
કોરોના સંક્રમણના કારણે મોટાભાગની કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓને આપ્યું હતું. વર્ક ફ્રોમ હોમમાં કેટલી મજા છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતાં ધીરે ધીરે કંપનીઓ વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓને હવે ધીરે ધીરે ઓફિસ બોલાવી રહી છે. આ સ્થિતિમાં એક મામલો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો છે. જેમાં યુવતી કહી રહી છે કે, ‘હવે ઓફિસ આવીને કામ કરવું નહીં થઇ શકે’ તેમણે કહ્યું કે, ‘સિંહના મોંમાં લોહી લગાવી દીધું છે’
કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યુ હતું. આ શબ્દ સાથે હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. હાલ સોશિયલ મીડિયા પર હરજસ સેઠી નામની યુવતી ઇન્સ્ટાગ્રામ પર કંઇક મજાકિયા અંદાજમાં વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં હરજસ કહે છે કે, ‘મારો આત્મા કાંપી રહ્યો છે. અહીં ઘરેથી કામ કરીને બધા જ લોકો ખુશ છે. હું કંપનીને પુછુ છું કે, આપનો રેવન્યુ વધી રહ્યો છે, અમારો ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી રહ્યો છે. બધા લોકો આરામથી કામ કરી રહ્યાં છે. મેં તો મારૂં જિન્સ વગેરે પેક કરીને મૂકી દીધું છે. ઓફિસ આવવું હવે શક્ય નહીં લાગતું’
વીડિયોના અંતમાં સેઠી કહે છે કે, ‘જો કંપનીના માલિક જોઇ રહ્યાં હોય તો ફાયર ન કરશો, આજકાલ નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ છે, આ વીડિયો માત્ર ઇન્ટરટેઇનમેન્ટ માટે બનાવાયો છે’ આ વીડિયો 67 હજાર લોકો જોઇ ચૂક્યાં છે તો 3000થી વધુ તેને લાઇકસ પણ મળી ચૂકી છે. નોંધનિય છે કે, કેટલાક લોકો વર્કફ્રોમ કરીને કંટાળી ગયા છે, ઓફિસ જવા ઇચ્છે છે. જ્યારે કેટલાક લોકોને વર્ક ફ્રોમ હોમ ફાવી ગયું છે. તેઓ વક્ર ફ્રોમ હોમને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.Biggest fear of employees working from home. Watch till the end.???????????????????? pic.twitter.com/Qhuj9YeT8k
— PiyushTweets (@PiyushTweets1) February 23, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement