શોધખોળ કરો

Rishabh Pant : શું અકસ્માત થયો ત્યારે ઋષભ પંત નશામાં હતો કે ઓવરસ્પીડમાં હતો? થશે કાર્યવાહી?

શું ઋષભ પંત કાર ચલાવી રહ્યો હતો ત્યારે નશામાં હતો? અથવા તો શું ક્રિકટર ઓવરસ્પિડમાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો? શું તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે?

Rishabh Pant Car Crash: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ઋષભ પંતના કાર અકસ્માતને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. શું ઋષભ પંત કાર ચલાવી રહ્યો હતો ત્યારે નશામાં હતો? અથવા તો શું ક્રિકટર ઓવરસ્પિડમાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો? શું તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે? આ તમામ સવાલોનો ઉત્તરાખંડ પોલીસે જવાબ આપ્યો છે. 

ઉત્તરાખંડ પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, ક્રિકેટર ઋષભ પંત અકસ્માત દરમિયાન વધુ ઝડપે કે નશાની હાલતમાં નહોતો. શુક્રવારે સવારે દિલ્હીથી રૂરકી જતી વખતે હરિદ્વાર પાસે પંતનો અકસ્માત થયો હતો. અકસ્માત સમયે તે પોતે કાર ચલાવી રહ્યો હતો અને વાહનમાં એકલો હતો. આ ઘટના બાદ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં ક્રિકેટર (ઋષભ પંત)ની કાર ઝડપભેર રોડ ડિવાઈડર સાથે અથડાતી જોઈ શકાય છે.

હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) અજય સિંહે જણાવ્યું હતું કે, અમે ઉત્તર પ્રદેશ સરહદથી નરસનમાં અકસ્માત સ્થળ સુધી આઠથી 10 સ્પીડ કેમેરા તપાસ્યા છે. ક્રિકેટરની કાર તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિર્ધારિત સ્પીડ મર્યાદાથી વધુ ન હતી જે આ હાઈવેની સ્પીડ મર્યાદા 80 કિમી પ્રતિ કલાક છે. CCTV ફૂટેજમાં કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ફંગોળાઈ હતી. અમારી ટેકનિકલ ટીમે પણ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અમને ક્રિકેટર દ્વારા ઓવરસ્પીડિંગનો સંકેત આપતું કંઈ જ મળ્યું નથી. 

SSPએ વધુમાં કહ્યું હતું કે, જો તે દારૂના નશામાં હોત તો તે દિલ્હીથી 200 કિલોમીટર અને આટલું લાંબુ અંતર કોઈ અકસ્માત વિના કેવી રીતે ચલાવી શક્યો હોત? રૂડકી હોસ્પિટલમાં ક્રિકેટરને પ્રાથમિક સારવાર આપનાર ડૉક્ટરે પણ જણાવ્યું હતું કે, ઋષભ સંપૂર્ણપણે સ્થિર છે. તેથી તે પોતાની જાતને કારમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં સફળ રહ્યો હતો. નશામાં ધૂત વ્યક્તિ કારમાંથી બહાર નીકળી ના શકે.

ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અશોક કુમારે જણાવ્યું હતું કે, ક્રિકેટર ઊંઘી ગયો હતો જેના કારણે અકસ્માત થયો હતો. તો એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે SSP અને DGPથી તદ્દન વિરોધાભાશી નિવેદન આપ્યું છે. આ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, CCTV ફૂટેજમાં કાર હાઇ સ્પીડથી રોડ ડિવાઇડર સાથે અથડાતી જોવા મળે છે. જોકે તેણે કોઈની હત્યા કરી નથી તેથી તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે ક્રિકેટર ઋષભ પંત અકસ્માતમાં બચી ગયો હતો અને હોશમાં હતો, તેણે પોતે પોલીસને જણાવ્યું હતું કે તે ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો અને ડિવાઇડર સાથે અથડાતાં પહેલાં કારે કાબૂ ગુમાવ્યો હતો. કાર પલટી ગઈ હતી અને આગની લપેટમાં આવી ગઈ હતી.

25 વર્ષના યુવા ક્રિકેટરના જમણા ઘૂંટણ અને પીઠ પર સ્ક્રેચના નિશાન હતા. હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર અને કંડક્ટરની જોડીએ તેને બચાવ્યો હતો. ત્યાર બાદ તેને સરકારી એમ્બ્યુલન્સમાં રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિક્ષક (ગ્રામીણ), હરિદ્વાર, સ્વપન કિશોર સિંહે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ પોલીસને આપેલા તેમના પ્રારંભિક નિવેદનોમાં ક્રિકેટર (ઋષભ પંત)એ કહ્યું હતું કે, બધું કેવી રીતે બન્યું તે બરાબર યાદ નથી. ક્રિકેટર તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે તેના હોમ ટાઉન રૂરકી આવી રહ્યો હતો જ્યારે તેની કાર નરસન પાસે અકસ્માતનો ભોગ બની હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને પરિવહન વિભાગના અધિકારીઓએ નરસન પોલીસ ચેકપોસ્ટ પર બળી ગયેલી કારનો પણ અભ્યાસ કર્યો છે. દરમિયાન, હોસ્પિટલના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, ક્રિકેટર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: 'આ વખતે બધુ કેમેરા સામે થયુ, પાકિસ્તાને પોતે આપ્યા પુરાવા', PMનો વિપક્ષ પર પ્રહાર
PM Modi: 'આ વખતે બધુ કેમેરા સામે થયુ, પાકિસ્તાને પોતે આપ્યા પુરાવા', PMનો વિપક્ષ પર પ્રહાર
પીએમ મોદીની ગુજરાતમાંથી પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- 'કાંટો કાઢીને જ રહીશું...'
પીએમ મોદીની ગુજરાતમાંથી પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- 'કાંટો કાઢીને જ રહીશું...'
'શપથ લો, વિદેશી સામાન નહીં ખરીદો... તો જ ઓપરેશન સિંદૂર સફળ થશે', PM મોદીની લોકોને અપીલ
'શપથ લો, વિદેશી સામાન નહીં ખરીદો... તો જ ઓપરેશન સિંદૂર સફળ થશે', PM મોદીની લોકોને અપીલ
આ બે લોકોએ બનાવ્યો ‘ઓપરેશન સિંદૂર’ નો logo… માત્ર 45 મિનીટમાં થયો તૈયાર, જાણો કહાણી
આ બે લોકોએ બનાવ્યો ‘ઓપરેશન સિંદૂર’ નો logo… માત્ર 45 મિનીટમાં થયો તૈયાર, જાણો કહાણી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Update : ભાવનગરમાં મીની વાવાઝોડું, સૌરાષ્ટ્ર- દ. ગુજરાતમાં વરસાદ શરૂRajkot News : ખૂદ માતાએ બાળકીને છત પરથી નીચે લટકાવ્યો, પિતાએ દોડી આવી બચાવ્યો , વીડિયો વાયરલGujarat Rain Alert : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં અપાયું ભારે વરસાદનું એલર્ટ? જુઓ મોટા સમાચારGujarat Rain : ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, સવારથી જ ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: 'આ વખતે બધુ કેમેરા સામે થયુ, પાકિસ્તાને પોતે આપ્યા પુરાવા', PMનો વિપક્ષ પર પ્રહાર
PM Modi: 'આ વખતે બધુ કેમેરા સામે થયુ, પાકિસ્તાને પોતે આપ્યા પુરાવા', PMનો વિપક્ષ પર પ્રહાર
પીએમ મોદીની ગુજરાતમાંથી પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- 'કાંટો કાઢીને જ રહીશું...'
પીએમ મોદીની ગુજરાતમાંથી પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- 'કાંટો કાઢીને જ રહીશું...'
'શપથ લો, વિદેશી સામાન નહીં ખરીદો... તો જ ઓપરેશન સિંદૂર સફળ થશે', PM મોદીની લોકોને અપીલ
'શપથ લો, વિદેશી સામાન નહીં ખરીદો... તો જ ઓપરેશન સિંદૂર સફળ થશે', PM મોદીની લોકોને અપીલ
આ બે લોકોએ બનાવ્યો ‘ઓપરેશન સિંદૂર’ નો logo… માત્ર 45 મિનીટમાં થયો તૈયાર, જાણો કહાણી
આ બે લોકોએ બનાવ્યો ‘ઓપરેશન સિંદૂર’ નો logo… માત્ર 45 મિનીટમાં થયો તૈયાર, જાણો કહાણી
PM Modi Gujarat Visit :પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને આપી ચેતવણી, 'આંતકવાદના  કાંટાને હવે  કાઢીને જ રહીશું'
PM Modi Gujarat Visit:પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને આપી ચેતવણી, 'આંતકવાદના કાંટાને હવે કાઢીને જ રહીશું'
Rain Update:રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં ધોધમાર વરસ્યો વરસાદ, જાણો અપડેટ્સ
Rain Update:રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં ધોધમાર વરસ્યો વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Live: ચોમાસા પહેલા ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, દક્ષિણમા પવન સાથે વરસાદ, અનેક સ્થળે વીજળી ગૂલ
Gujarat Rain Live: ચોમાસા પહેલા ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, દક્ષિણમા પવન સાથે વરસાદ, અનેક સ્થળે વીજળી ગૂલ
Weather Forecast: દેશના 8 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી
Weather Forecast: દેશના 8 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી
Embed widget