શોધખોળ કરો

Wayanad landslide: વાયનાડમાં ભૂસ્ખલનના કારણે 296 લોકોના મોત, થોડો સમય રોકવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને અત્યાર સુધીમાં 296 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ભૂસ્ખલનગ્રસ્ત મુંડક્કાઈ અને ચૂરલમાલામાં સેનાની આગેવાની હેઠળના શોધ અને બચાવ અભિયાને બુધવાર સુધીમાં 1,000 થી વધુ લોકોને બચાવ્યા હતા. ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે વાયનાડના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. હજુ પણ 240 લોકો ગુમ છે.

રાત્રે રાહત અને બચાવ અભિયાન રોકી દેવામાં આવ્યું હતું. પરંતુ સવારે ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. અવિરત વરસાદને કારણે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ બચાવ અભિયાનમાં પડકારો ઉભી કરી રહી છે.  સેનાએ માનવીય સહાયતા અને આપત્તિ રાહત (HADR) પ્રયાસોના સંકલન માટે કોઝિકોડ ખાતે બ્રિગેડિયર અર્જુન સેગન સાથે કર્ણાટક અને કેરળ સબ એરિયાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વિનોદ મેથ્યુની અધ્યક્ષતામાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે.

આર્મી, નેવી, એનડીઆરએફ સહિત બચાવ ટુકડીના 1,600 થી વધુ જવાનો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ સિવાય લગભગ 3,000 સ્થાનિક નાગરિકો પણ તેમને મદદ કરી રહ્યા છે.

સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે વાયનાડમાં ભારે વરસાદ આફત બની ગયો. સવારે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ત્રણ વખત ભૂસ્ખલન થયું હતું અને પર્વતની નીચે ચેલિયાર નદીના કેચમેન્ટમાં આવેલા ચાર ગામો ચૂરલમાલા, અટ્ટામાલા, નૂલપુઝા અને મુંડક્કઈમાં વિનાશ સર્જાયો હતો.

કેરળના વાયનાડમાં ભયાનક દુર્ઘટના બાદ ભારતીય સેનાએ રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.  ગુરુવારે, સૈનિકોએ રેકોર્ડ સમયમાં ભૂસ્ખલન સ્થળ નજીક નદી પર બેલી બ્રિજનું બાંધકામ પૂર્ણ કર્યું હતું. વાયનાડથી સામે આવેલા એક વીડિયોમાં સેનાના જવાનો 'ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળે છે.

ભારતીય સેના દ્વારા વાયનાડમાં બેલી બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. પુલની મજબૂતાઈ ચકાસવા માટે સેનાએ પહેલા તેના વાહનોને નદીની બીજી બાજુએ ખસેડ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ બાંધકામ સાથે જોડાયેલા સેનાના જવાનોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. બ્રિજના નિર્માણથી હવે ભારે વાહનોને ભૂસ્ખલન સ્થળ પર લઈ જઈ શકાશે.          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget