શોધખોળ કરો
Advertisement
આર્મી ચીફ નરવણેએ કહ્યુ- દેશની સંસદ ઇચ્છે તો PoK પર એક્શન લઇશું
જો સંસદે કહ્યું કે, તે ક્ષેત્ર પણ અમારું હોવું જોઇએ અને અમને એ આશય સાથે આદેશ આપશે તો અમે તેના માટે યોગ્ય કાર્યવાહી કરીશું.
નવી દિલ્હીઃ ભારતીય સૈન્યના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, જો સંસદ ઇચ્છશે તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર કાર્યવાહી કરીશું. સૈન્ય પ્રમુખે કહ્યું કે, આ એક સંસદીય સંકલ્પ છે કે સંપૂર્ણ કાશ્મીર ભારતનો હિસ્સો છે. જો સંસદે કહ્યું કે, તે ક્ષેત્ર પણ અમારું હોવું જોઇએ અને અમને એ આશય સાથે આદેશ આપશે તો અમે તેના માટે યોગ્ય કાર્યવાહી કરીશું.
દેશના નવા આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણેએ શનિવારે કહ્યું કે, સિયાચીન અમારા માટે ખૂબ મહત્વનું છે. તેમણે પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. સુરક્ષા સાથે કોઇ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવી શકે નહીં.
આર્મી ચીફે કહ્યું કે, સીડીએમનું બનવું ખૂબ મહત્વપૂર્ણ છે. સીડીએમની રચનાથી સૈન્યને મજબૂતી મળશે. ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ જરૂરી છે. અમે ભવિષ્યના પડકારો અને ખતરાઓને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરીશું અને પ્રાથમિકતાના હિસાબે બજેટનો ઉપયોગ કરીશુ.
તેમણે કહ્યું કે, અમે કોન્ટિટી પર ધ્યાન આપવાના બદલે ક્વોલિટી પર ધ્યાન આપીશું. પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન સૈન્ય દ્ધારા બે નાગરિકોની હત્યા પર નરવણેએ કહ્યું કે, અમે આ પ્રકારની બર્બર ગતિવિધિઓનો સહારો લેતા નથી અને આ પ્રકારની સ્થિતિમાં યોગ્ય સૈન્યની રીતે વર્તીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion